• Gujarati News
  • National
  • ચાંદીના હેરતભર્યા ઉપયોગની ચિત્રવિચિત્ર વાતો!

ચાંદીના હેરતભર્યા ઉપયોગની ચિત્રવિચિત્ર વાતો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રો રૂપિયો અને તમારો દિકરો.’ જ્યારે તમારા મોટા દીકરાની વહુ પ્રથમ સુવાવડ કરવા જાય અને તેને પહેલા ખોળાને દીકરો અવતરે ત્યારે ખબર રીતે અપાતા- મારો રૂપિયો અને તમારો દીકરો. ખબર આપનારને નાળિયેર (શ્રીફળ) અને રોકડો ચાંદીનો રૂપિયો ભેટ અપાતો. ગામડામાં ભવાયા આવે ત્યારે કોઈ ધનિક દાતા ભવાયા માટે ચાંદીના 1રૂપિયાની ભેટ જાહેર કરે ત્યારે ભવાયા એક રૂપિયાના સિક્કા લેવા ગીત ગાતા ગાતા દોડતા. તે પહેલાં જય જયકાર બોલાવે તેમાં કહેતા.‘પહેલા વહેલા મેળવે,પછી દીયે દાન, એકોતેર તરીયા ઓધરે, કાશીએ ગયાના કલ્યાણ’. માત્ર એક રૂપિયાની ભેટમાં અણમોલ આશિર્વાદ મળતા. આજકાલ લખું છું ત્યારે જુલાઈ 2015ના આખરી દિવસોમા સોનું પાણીમાં બેસતું જાય છે પણ જે ગરીબોનું ‘સોનું’ છે તે ચાંદી મજામાં છે. પણ રાજસ્થાનના બજારોમાં 80 ટકા ઘરેણાં ખોટા મળે છે તે વાંચી મન-મગજ ખિન્ન થાય છે. ‘દૈનિક ભાસ્કરે’ ચાંદીના ગરીબના ‘સોના’નું કૌભાંડ ખુલ્લું ર્ક્યંુ છે. 21 જુલાઈ, 2015ના મારી સામે જયેશ ઝવેરી બેઠો છે તે કહે છે કે ચાંદીના 1 કિલોના ભાવ રૂ. 34000 છે. તેની વધઘટ થાય છે. સોનાના 1 તોલાના ભાવ રૂ. 26000 છે એટલે કે, આજે લગભગ 1 તોલા ભારોભાર 1 કિલો ચાંદી આવે છે.

‘યુએસએ ટુડે’ નામનું વોશિંગ્ટનના પ્રમુખોનું અખબાર કહે છે કે, ‘એશિયન દેશોમાં તેજાના-લવિંગ, જાયફળ, એલચી, તજ વગેરેનો વેપાર થતો. તેમાં ચાંદી દ્વારા ભાવ બોલાતા. અરે અમેરિકામાં થોડો સમય ચાંદી ચલણ તરીકે પણ વપરાતી હતી. આજે, મોડર્ન ઉપયોગમાં ચાંદી એક્સરે, બારીઓમાંથી તડકો આવે તે માટેનું પોલિશ વગેરેમાં વપરાય છે. સોલર પેનલ એટલે સૂર્યની ગરમીનું વીજળીનુ રૂપાંતર કરવા ચાંદીના ગીલેટવાળા મોટા સેલ્સ વપરાય છે. દરેક સોલાર પેનલમાં ઔંસના બેતૃતિયાંશ જેટલી એટલે કે 20 ગ્રામ ચાંદી વપરાય છે. લેપટોપમાં 750 મીલીગ્રામ એટલે કે 1.25 ગ્રામ ચાંદી વપરાય છે. તમે જે મોબાઈલ ફોન વાપરો છે તે 200થી 300 મીલીગ્રામ ચાંદી વાપરતું હોય તો પછી સૂર્ય ભગવાનની વીજળી ‘ચોરે’ છે તે સોલાર પેનલ ચાંદી વાપરે જ. ચીન આજે વધુ ને વધુ ચાંદી વાપરે છે. ભારત બીજે નંબરે છે.

આપણા ભાજપના સાહેબ જગતભરની ટૂર કરે છે પણ સૂર્યમાંથી વીજળી પેદા કરવા ઉપર ધ્યાન નથી આપતા. આજે એક આખા શહેરના 750000થી 10 લાખ ઘરોની વીજળી સોલાર સેલ્સમાંથી પેદા થઈ શકે છે, જે ચીનાઓ વાપરે છે. જો અમેરિકા તેની 10 ટકા વીજળી ચાંદીની મદદથી સોલાર પાવર પેદા કરવા વાપરે તો ભારત કેમ નહીં? મોદીને કોણ જગાડે? આજે આપણે સેલફોન, કમ્પ્યૂટર્સ, મોટરો, વોટર પ્યોરીફીકેશન સિસ્ટમમાં ચાંદી વાપરીએ છીએ. ચાંદીમાં બેકટેરીયાને મારવાની શક્તિ છે, તેથી પાણીને શુદ્ધ કરવા વપરાય છે. હોસ્પિટલના સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ, સ્ટેથોસ્કોપ અને બીજા આરોગ્યને લગતા સાધનોમાં ચાંદી વપરાય છે.

અહીં અડધાથી વધુ લેખમાં સામાન્ય વાચક વૈજ્ઞાનિક વાતોમાં ગોથુ ખાતા હોય તેવું લાગશે, પણ આજે 2015માં લખી લો કે ચાંદી આપણી રોજેરોજ ભેરે આવશે. જો આંકડા પચાવી શકો તો લખું કે, ઉદ્યોગમાં 48.74 કરોડ ઔંસ, જ્વેલરીમાં 16.7 કરોડ ઔંસ અને ઈન્વેસ્ટમેન્ટમાં 10.1 કરોડ ઔંસ ચાંદી વપરાય છે. ‘ટોમહોક’ નામની મીસાઈલમાં 500 ઔંસ ચાંદી વપરાઈ હતી. આખા જગતમાં કુલ્લે ચાંદીનો વપરાશ 15.2 અબજ ડોલરનો છે. અમેરિકા આજે પણ ‘સીલ્વર ઈગલ’ના ફોટાવાળા ચાંદીના સિક્કા વાપરે છે. કેનેડામાં એક વૃક્ષના પાંદડાની છાપવાળા સિક્કા વપરાય છે (મેયલ- લીફ). 1964માં અમેરિકામાં જે ચાંદીના સિક્કા અને ડોલર વપરાતા તે હજી ચાલે છે. સિલ્વરનો પાવડર થાય છે, તેનું પેસ્ટ થાય છે, તેનાં ફોતરા થાય છે, તેને બીજી ધાતુના પાવડર સાથે ભેળ‌વી શકાય છે અને 50 જાતના ઉપયોગ થાય છે.

ચાંદીનો સૌથી વધુ ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સમાં થાય છે. છેક 1981માં ‘નેશનલ જ્યોગ્રાફીકે’ તેના સપ્ટેમ્બરના અંકમાં ચાંદી વિશે સચિત્ર લેખ લખેલો. તેમાં એક ચિત્રમાં હૈદરાબાદનો મજુર ચાંદીના એક નાનકડા ટુકડાને ટીપી ટીપીને સાવ-સાવ પતલું (પાતળું) બનાવે છે. એટલું પાતળું બને છે કે મીઠાઈમાં ચાંદી વપરાય છે, ત્યારે ભારત જગતમાં થતી ચાંદીનું 15 ટકા ઉત્પાદન કરતું હતું. (પાંચ અબજ ઔંસ).

જાયફળ, લવિંગ અને એલચીની જે આયુર્વેદની ગોળી બનતી તેના ઉપર ચાંદીનો વરખ લગાવાતો. મહમ્મદ નામના કારીગરે કહેલું કે, 18000 વખત હાથોડા મારું ત્યારે ચાંદી દવા-મીઠાઈમાં ખાવાલાયક બને છે. આર્થરાઈટીસની દવાની ટીકડીમાં ચાંદી વપરાય છે. જયપુરના મહારાજા પરદેશ જાય તો ગંગાનું પાણી લઈ જતા અને તે ચાંદીના મોટા પીપમાં ભરીને સ્ટીમરમાં લઈ જતા તેનાથી પાણી જંતુમુક્ત રહેતું. દાંતને ચાંદીથી મઢવામાં અને વચ્ચેના ખાડા પુરવામાં જગતભરમાં 60 મેટ્રીક ટન ચાંદી વપરાતી. 34 વર્ષ પહેલાં એક્સ-રેમાં આપણે 3000 ટન ચાંદી વાપરતા. આપણે ભારતનાં લોકો પાન-તમાકુ કે મીઠાઈમાં 132 રતલ ચાંદી દર વર્ષે ખાઈ જતા તેમ ‘બિઝનેસ વીક’ કહે છે. લેખ તમે વાંચ્યો? તમે સવારથી સાંજ સુધીમાં ક્યાંકને ક્યાંક કોઈપણ સ્વરૂપે ચાંદી વાપરી ચુકયા છો.

અન્ય સમાચારો પણ છે...