તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘નિરજા’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાશે

‘નિરજા’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાઅપહ્રત વિમાનના મુસાફરોના જીવ બચાવવા મૃત્યુને ભેટનાર એરહોસ્ટેસની બહાદુરીભરી કહાનીને ફિલ્માવતી હિન્દી ફિલ્મ ‘નિરજા’ને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુરૂવારે ફિલ્મ અભિનેતા અનિલ કપૂરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લઇને પોતાની પુત્રી સોનમ કપૂર અભિનિત ફિલ્મને કરમુક્તિ માટે રજૂઆત કરી હતી. જેના પગલે સરકારે દિશામાં વિચારણા શરૂ કરી છે. અનિલ કપુરે વિધાનસભા સંકુલમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લીધી હતી. નિરજા ફિલ્મના પ્રોડ્યુસર અતુલ કસબેકર પણ તેમની સાથે હતા. મુલાકાતનો હેતુ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નિરજા ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવાનો હતો. સીએમ સાથેની મુલાકાત બાદ અનિલ કપૂરે જણાવ્યું હતું કે, નિરજા ફિલ્મમાંથી લોકો પ્રેરણા લઇ શકે છે તેથી તેને ટેક્સ ફ્રી કરાવવા માટે સીઅેમને રજૂઆત કરી છે, તેમના તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. અગાઉથી ફિલ્મને લગતી માહિતી હતી.

અમને આશા છે કે એક બે દિવસમાં તેઓ કરમૂક્તિ અંગેનો નિર્ણય લેશે. કપૂરે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ વિધાનસભાનું સત્ર ચાલું છે ત્યારે મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બેસીને ફિલ્મ નિહાળી શકે તે માટે ખાસ શોના આયોજન અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઇ હતી.

કેપઃ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લઇ રજૂઆત કરીસબ હેડિંગઃ મંત્રીઓ અને ધારાસભ્યો માટે ફિલ્મનો ખાસ શો યોજાશેઅન્ય સમાચારો પણ છે...