તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીદારોની બેઠકમાં ભાજપનાં કાર્યકરો હાજરી આપી નિકળી ગયા

પાટીદારોની બેઠકમાં ભાજપનાં કાર્યકરો હાજરી આપી નિકળી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલનની આગ હજુ પણ અમરેલી જીલ્લામાં લબકારા મારી રહી છે. હાર્દિક પટેલની જેલમુક્તિ દુર જતી જાય છે. તેવા સમયે સીદસરની પાટીદાર એકતા યાત્રાનો આરંભ થતા આગામી દિવસોમાં યાત્રા અમરેલી જીલ્લામાં આવી પહોંચશે. ત્યારે મુદે સાવરકુંડલામાં ગઇરાત્રે પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જો કે મીડીયાકર્મીઓ પહોંચતા ભાજપ કાર્યકરો ગુપચુપ નિકળી ગયા હતાં. આમ પણ સીદસરથી શરૂ થયેલી પાટીદાર એકતા યાત્રામાં વિસ્તારના માજી ધારાસભ્ય હનુભાઇ ધોરાજીયા, વર્તમાન ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા સહિતના આગેવાનોની મુખ્ય ભુમિકા છે. ત્યારે અમરેલી જીલ્લામાં એકતા યાત્રાની ભવ્ય સફળતા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવાઇ છે. મુદે સાવરકુંડલામાં ગઇરાત્રે પાટીદાર સમાજની એક ખાનગી બેઠક પટેલ વાડી ખાતે મળી હતી. હાર્દિક પટેલની જેલમુક્તિ સહિતના મુદાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત હતાં અને પાટીદારોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. સમયે મીડીયાની ત્યાં હાજરી થતા ભાજપના કાર્યકરોએ અહિંથી ચુપચાપ ચાલતી પકડી હતી. બીજી તરફ પાટીદાર એકતા યાત્રામાં અમરેલી જીલ્લાના પાટીદાર આગેવાનોની અગ્રીમ ભુમિકા હોય અમરેલી જીલ્લામાં દરેક સ્થળે એકતા યાત્રાનો કાર્યક્રમ ભવ્ય રીતે પરીપૂર્ણ થાય તે માટે તખ્તો ઘડાઇ રહ્યો છે અને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...