તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ બ્રીફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ બ્રીફ

નવી દિલ્હી |હવે ઇ-ટુરિસ્ટ વિઝા સ્કીમમાં વધુ 37 દેશોનો સમાવેશ કરાયો છે. તેની સાથે ટુરિસ્ટ વિઝા સ્કીમમાં 150 દેશો સામેલ થઇ ગયા છે.

ઇ-ટુરિસ્ટ વિઝામાં વધુ 37 દેશો

વોશિંગ્ટન |ટૂંક સમયમાં માસ્ટરકાર્ડ માટે સેલ્ફીનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી શકાશે. સાથે ફિંગરપ્રિન્ટ પાસવર્ડ પણ બનાવી શકાશે. નવી બાયોમેટ્રિક્સ સિસ્ટમની મદદથી સંભવ થશે. સેલ્ફી લેતી વખતે તમારી આંખની પાંપણો ઝપકાવવી પડશે. જે ઉપયોગકર્તા જીવિત છે એવો પુરાવો પૂરો પાડશે.

માસ્ટરકાર્ડમાં સેલ્ફી પાસવર્ડ બનશે

ચંદીગઢ |ચંદીગઢમાં હવે દર મહિને એક દિવસે કાર-ફ્રી ડેની ઉજવણી કરવામાં આવશે. તેની શરૂઆત 13 માર્ચથી કરાશે. દિવસે સવારના 7:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી કાર-ફ્રી ડે મનાવાશે. દિવસે ચંદીગઢ સરકાર ખાસ બસોનું સંચાલન કરશે.

ચંદીગઢ: મહિનામાં એક વખત કાર-ફ્રી ડે,13મીથી શરૂ

અન્ય સમાચારો પણ છે...