તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા સાઇબર સેલનું ફેસબુક પેજ પણ કાર્યરત!

વડોદરા સાઇબર સેલનું ફેસબુક પેજ પણ કાર્યરત!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારાફેસબુક પેજ પર વડોદરા સાઇબર સેલના નામે કોઇ મેસેજ કે પોસ્ટ આવે તો ચોંકી જતાં નહિ. રાજ્યમાં સૌપ્રથમ સાઇબર સેલ હેલ્પ લાઇન નંબર શરૂ કરનાર વડોદરા સાઇબર સેલે ડિજિટલ ઇન્ડિયાના કેમ્પેઇન અંતર્ગત હવે ફેસબુક પેજ પણ શરૂ કર્યું છે. તેમણે ફેસબુક એકાઉન્ટ ધારકોને ઇનવાઇટ કરવાનું શરૂ કર્યું છે. પહેલા દિવસે 150 અેકાઉન્ટધારકોને ઇનવાઇટ રિકવેસ્ટ મોકલી છે. એકાઉન્ટ ધારકો સાથે જોડાયા બાદ તેમને સાઇબર ક્રાઇમને લગતી માહિતી આપતા મેસેજ તેમજ પોસ્ટ પણ શરૂ કરાઇ છે.

મોબાઇલ અને ઇન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. તેની સાથે સાથે સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સંજોગોમાં સાઇબર ક્રાઇમ અંગેની લોકોને માહિતી મળી રહે તેમજ લોકો પ્રકારના ક્રાઇમનો ભોગ બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્ધારા રાજ્યમાં સૌપ્રથમ સાઇબર સેલ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી હતી. તેને પ્રતિસાદ મળ્યા બાદ હવે વડોદરા સાઇબર સેલ દ્વારા ફેસબુક પેજ પણ શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસથી તેને કાર્યરત પણ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...