• Gujarati News
  • પોરબંદરમાં મરીન પોલીસ ટ્રેનિંગ કેન્દ્ર શરૂ કરાશે: રાજનાથસિંઘ

પોરબંદરમાં મરીન પોલીસ ટ્રેનિંગ કેન્દ્ર શરૂ કરાશે: રાજનાથસિંઘ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનાગૃહપ્રધાન રાજનાથસિંઘ બે દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે બુધવારે દિલ્હીથી ખાસ પ્લેન મારફત જામનગર આવી પહોંચ્યા છે અને ત્યાંથી કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં પોરબંદર ખાતે 12:30 કલાકે પહોંચ્યા હતા.
ત્યારબાદ રાજનાથસિંઘ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન ખાતે પહોંચ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તકે સુરક્ષાના મુદ્દે રાજનાથસિંઘે એવું જણાવ્યું હતું કે, ગુજરાતની દરિયાઈ સુરક્ષા મહત્ત્વની બની રહે છે અને સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સક્ષમ છે. પોરબંદર ખાતે મરીન પોલીસ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં શરૂ કરાશે. તેવી જાહેરાત કરી હતી.
સુરક્ષા |દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સુવિધાથી સજ્જ થશે
કીર્તિમંિદરમાં રાજનાથસિંઘ મહાત્માને પુષ્પાજંલિ અર્પણ કરી હતી/ જીતેશચૌહાણ
ગાંધીજન્મસ્થળના દર્શનથી ધન્ય થઈ ગયો
ગાંધીજીનાજન્મસ્થળનીમુલાકાત વેળાએ કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથસિંઘે એવું જણાવ્યું હતું કે, ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈને ધન્યતા અનુભવું છું. મહાત્મા ગાંધીજી ફક્ત ભારત માટે નહીં, પરંતુ વિશ્વ માટે પ્રેરણાપુરુષ છે. બુધવારે પણ તેઓના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિષયો પરના તેમના વિચારો પ્રેરણાસ્ત્રોત થાય છે. ભવિષ્યની પેઢી માટે પણ પ્રાસંગિક રહેશે.