• Gujarati News
  • રાજકોટને દિવાળી માટે મુંબઇની હોલિડે સ્પેશિયલ ટ્રેન ફાળવાઇ

રાજકોટને દિવાળી માટે મુંબઇની હોલિડે સ્પેશિયલ ટ્રેન ફાળવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્નરેલવે દ્વારા સૌરાષ્ટ્રને 5 ઓક્ટોબરથી રાજકોટને હાપા-બિલાસપુર તેમજ રાજકોટ-રેવા બે હોલિડે સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે પરંતુ, પ્રવાસીઓ માટે અત્યંત મહત્ત્વની મુંબઇ માટેની હોલિડે સ્પે. ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય દિવસો કરતા દીપોત્સવી વેકેશન પૂર્વે નવરાત્રિથી મુંબઇ માટેનો ટ્રાફિક ઘણો વધી જાય છે તેમજ, હેવી વેઇટિંગ રહેતું હોય છે.
રેલવે સલાહકાર સમિતિના સદસ્ય હરિકૃષ્ણભાઇ જોષીના જણાવ્યા મુજબ દિવાળી તો દૂરની વાત છે. નવરાત્રિ ઉત્સવમાં જોડાવા-જોવા મુંબઇથી મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો સૌરાષ્ટ્ર આવતા હોય રેલવે તંત્ર દ્વારા બન્ને ટ્રેનો સાથોસાથ મુંબઇ માટેની ટ્રેન ફાળવવી જોઇતી હતી. જ્યારે, રેલવે સલાહકાર સમિતિના પૂર્વ સદસ્ય દિનેશભાઇ ધડુકે પણ વેસ્ટર્ન રેલવેની મુંબઇ માટે ટ્રેન ફાળવવા બદલ ઝાટકણી કાઢી હતી.
રેલવે દ્વારા ગત વર્ષે મુંબઇ પણ ઓખા-બાંદ્રા હોલિડે સ્પેશિયલ દોડાવાઇ હતી. જે પ્રતિ મંગળવાર રાજકોટથી સાંજે 4:25 વાગ્યે ઉપડતી અને સવારે 7:35 વાગ્યે બાંદ્રા પહોંચતી હતી.