• Gujarati News
  • અમેરીકાવ્યાજદર વધારાની છીંક ખાશે તેવી દહેશતે ભારતીય શેરબજારોને શરદી

અમેરીકાવ્યાજદર વધારાની છીંક ખાશે તેવી દહેશતે ભારતીય શેરબજારોને શરદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરીકાવ્યાજદર વધારાની છીંક ખાશે તેવી દહેશતે ભારતીય શેરબજારોને શરદી થઇ ગઇ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. શેરબજારોમાં સુધારા માટે સો કારણો પણ ઓછા પડે અને મંદી માટે એકાદ નાનકડું કારણ પણ કાફી થઇ પડે તે ન્યાયે સેન્સેક્સ વધુ 207.91 પોઇન્ટ તૂટી 27057.41 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 8100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી 58.85 પોઇન્ટના ઘટાડા સાથે 8094.10 પોઇન્ટ બંધ રહ્યો હતો. શેરબજારોની સાથે સાથે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની હાલત પણ ડોલર સામે દયામણી રહી હતી. ઇન્ટ્રા-ડે ડોલર રૂ. 61 થઇ ગયો હતો. જોકે છેલ્લે રૂપિયો 60.95ના મથાળે ડોલર સામે 35 પૈસા તૂટીને રહ્યો હતો.
અમેરીકા જો વ્યાજના દર વધારે તે વિદેશી ફંડોનો મૂડી પ્રવાહ વિકસીત દેશોમાં ઘટી જાય તેવી દહેશતે નફારૂપી વેચવાલીને વેગ મળ્યો હતો.
પાવર અને રિયાલ્ટી સેગ્મેન્ટને બાદ કરતાં બાકીના તમામ સેગ્મેન્ટમાં વેચવાલી જોવા મળી હતી. ખૂબીની વાત છે કે, રૂપિયાની નરમાઇથી મજબૂત બનતાં આઇટી-ટેકનોલોજી શેર્સમાં પણ આજે પીછેહઠ હતી. કુલ 1698 સ્ક્રીપ્સમાં સુધારો અને 1224 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. 22 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. સ્મોલકેપ-મિડકેપ સેક્ટરમાં સાધારણ સુધારો અને 360 સ્ક્રીપ્સમાં નવી ટોચ જોવા મળી હતી.
ઇન્ટ્રા-ડે ડોલર ~ 61.04 થઇ છેલ્લે ~ 60.95 બંધ રહ્યો
સેન્સેક્સ નરમ સામે સ્મોલ-મિડકેપ મજબૂત
સુધારો |શિપિંગ શેર્સના શઢમાં
છેલ્લાકેટલાંકદિવસોથી જાણકાર વર્તુળો દ્વારા શિપિંગ શેર્સ કોર્નર થઇ રહ્યા છે. બજારમાં એવી હવા ચાલે છે કે, સરકાર દેશમાં શીપ બાંધવા માટે પ્રોત્સાહનો જાહેર કરશે. તે ઉપરાંત ઉદ્યોગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળશે અને વ્યાજ માફી જેવા લાભો પણ મળશે તેવા અહેવાલો ચાલે છે. તે ઉપરાંત સરકારી ડિફેન્સ અને જાહેરક્ષેત્રીય કંપનીઓ તરફથી નવા ઓર્ડરની પણ આશા સેવાય છે. બધાં કારણો વચ્ચે છેલ્લા એક મહિનાથી શિપિંગ શેર્સના શઢમાં તેજીનો પવન ફુંકાઇ રહ્યો છે.
સેન્સેક્સની સ્થિતિ
કંપનીબંધ ઘટાડો
હીરોમોટો 2682.15 -2.44
આઇટીસી 351.05 -1.85
એચડીએફસી 1035.40 -1.52
રિલાયન્સ 1016.00 -1.67
આઇટીશેર્સ તૂટ્યા
ઇન્ફોસિસ3668.10 -1.84
ટીસીએસ 2603.25 -1.03
વીપ્રો 582.60 -0.83
માઇન્ડ ટ્રી 1148.30 -0.54
એબીજીઊછળ્યો
કંપનીબંધ સુધારો
એબીજીશીપ 257.30 12.68%
શિપિંગ કોર્પો 66.70 5.26%
ગ્રેટ ઇસ્ટર્ન 404.20 2.26%
વરૂણ