• Gujarati News
  • લાગણીનો વિસ્ફોટ ભાવી પેઢીને પ્રભાવિત કરે છે

લાગણીનો વિસ્ફોટ ભાવી પેઢીને પ્રભાવિત કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાં વર્ષ પહેલાં સૈફ અલી ખાન અને તેના જૂના મિત્ર દિનેશ વિઝને ઇલ્યુમિનિટી નામની ફિલ્મનિર્માણ કંપની સરખી ભાગીદારીમાં શરૂ કરી હતી. તેમની એક ફિલ્મ ઈમ્તિયાઝ અલીએ ‘કલ, આજ ઔર કલ’ બનાવી હતી. તેમના દ્વારા બનાવાયેલી બીજી ફલ્મ શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ‘એજન્ટ વિનોદ’ હતી, જેમાં અઢળક નાણાંનું રોકાણ કરવામાં આવ્યું, વિદેશોમાં પણ શૂટિંગ કરાયું. સૈફ-કરીનાના રોમાન્સની ચર્ચાઓ પણ ફિલ્મને બચાવી શકી નહીં. તેમની નિષ્ફળતાએ કંપનીને નબળી પાડી દીધી હતી, પરંતુ ‘કોકટેલ’ની સફળતાથી થોડું નુકસાન જરૂર ભરપાઈ થઈ શક્યું છે, પરંતુ ત્યાર બાદ ફરી ‘ગો ગોવા...’ અને ‘લેકર હમ દિવાના દીલ’ ફિલ્મોએ કંપનીની પ્રતિષ્ઠા ઘટાડી દીધી હતી. હવે તેને ફરી સાચવવા માટે ‘હેપ્પી એન્ડિંગ’ બનાવાઈ રહી છે, પરંતુ હવે બંને ભાગીદાર અલગ-અલગ ફિલ્મ નિર્માણ કરશે. કારણે દિનેશ વિઝને ‘ફાઈન્ડિંગ ફેની’ પોતાના જોખમે બનાવી છે.
શું મોટા આર્થિક નુકસાનને કારણે ભાગીદારીમાં તિરાડ પડી છેω શું વિઝન અેટલે કે સપનાંના ભાગલા પડી શકે છેω હકીકતમાં બંનેના ફિલ્મ નિર્માણના દૃષ્ટિકોણમાં મોટું અંતર છે. દિનેશ વિઝન પ્રયોગવાદી સિનેમાને પસંદ કરે છે અને સૈફે ખુદને સફળ એક્શન હીરો સાબિત કરવા માટે ‘એજન્ટ વિનોદ’ પર મોટો ખર્ચ કર્યો હતો. હકીકતમાં પોતાની પારંપરિક છબી તોડવાના તમામ પ્રયાસ કલાકારો કરતા રહે છે અને વખાણવાલાયક પણ બની શકે છે. જો તેમાં સામાજિક મેસેજ છુપાયેલો હોય. કેમ કે શહીદી વહોરવાનું કારણ હંમેશાં મહાન હોવું જોઈએ. ‘મેરા નામ જોકર’ અને ‘કાગઝ કે ફુલ’ શહીદી વહોરવાનું સાર્થક કારણ હતું, પરંતુ ‘એજન્ટ વિનોદ’ તો ‘એક થા ટાઈગર’નું પડખું પણ સેવી શકી નહીં. ‘ફાઈન્ડિંગ ફેની’માં નસીર અને પંકજ કપૂરની સાથે દીપિકા પાદુકોણ છે અને અર્જુન કપૂર તથા ડિમ્પલ કાપડિયા પણ છે. દરેકે પ્રયોગ ખાતર પોતાનું મહેનતાણું ઘટાડ્યું છે.
જોકે, ‘હેપી એન્ડિંગ’ના સમયે ભાગીદારોનું અલગ થવું વિચિત્ર લાગે છે, પરંતુ ભાગીદારી તૂટવા પર અશ્રુ વહાવવાની જરૂર એટલા માટે નથી, કેમ કે સાથે હોવા છતાં પણ બંનેએ કોઈ જાદુ જગાવનારી ફિલ્મ બનાવી હતી. ફિલ્મ ઉદ્યોગમાં અનેક ભાગીદારીઓ તૂટી છે. પ્રકાશ મેહરાના કરિયરને બનાવવામાં સત્યપાલ ચૌધરીએ ખૂબ પ્રયાસ કર્યા હતા, ત્યાં સુધી કે ખુદને મળેલી દિગ્દર્શનની તક પણ મિત્ર પ્રકાશ ઝાને અપાવી હતી. સલીમ-જાવેદની ‘ઝંઝીર’ બાદ પ્રકાશ મેહરા અને સત્યપાલ ચૌધરીએ સફળ ફિલ્મોની શ્રૃંખલા બનાવી હતી, પરંતુ એક