તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અસત્યના રસ્તે ચાલી ક્યારેય કારકિર્દીનું ઘડતર કરશો નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસત્યના રસ્તે ચાલી ક્યારેય કારકિર્દીનું ઘડતર કરશો નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગયા મંગળવારે મહરાષ્ટ્ર સરકાર અને સ્થાનીય સંસ્થાઓ દ્વારા મુંબઇ અને કોલ્હાપૂરમાં ચલાવામાં આવી રહેલી કોલેજમાંથી એમબીબીએસના 19 સ્ટુડન્ટ્સને કાઢવામાં આવ્યા. સ્ટુડન્ટ્સને ફરજી જાતિ-પ્રમાણ પત્ર માટે અનુસુચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષિત સ્થાનો પર પ્રવેશ મેળવવા માટે દોષી ઠેરાવામાં અાવ્યા છે. કોલેજમાં આવી રીતનો પ્રવશે દેશમાં સૌથી મોટો મેડિકલ પ્રવેશ કોભાડ છે. ખબર પડી કે એમાના કેટલાક વિદ્યાર્થીઓ જાણિતા શાસકીય જેજે હોસ્પિટલના રિટાયર ડોક્ટર્સના બાળકો હતા. એવી હોસ્પિટલ છે જ્યાં ભાવી ડોક્ટર પોતાના શરૂઆતના દિવસો પસાર કરવા માંગે છે, જેથી શ્રેષ્ઠ મેડિકલ પદ્ધતિઓથી પરિચિત થઇ શકે. કોભાંડને કારણે મેડિકલ ક્ષેત્ર અને ડીએમઇઆર સ્તબ્ધ થઇ ગયું છે. મહારાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલ નજર રાખે છે. હવે તેને અનુસૂચિત જાતિ- જનજાતિ દ્વારા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સ્તય બહાર લાવવાનો આદેશ આપ્યો છે. કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલિસમાં કેસ દાખલ થયો છે અને જલદી તેઓની ઘરપકડ પણ થઇ શકશે. તમામ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના છે. 2013-14 અને 2014-15માં પ્રવેશ મે‌ળવનાર તમામ વિદ્યાર્થીઓના જાતિ સંબંધી તમામ પ્રમાણ-પત્ર તપાસ માટે ડીએમઇઆરને મોકલી દેવામાં આવ્યા છે. બીજી બાજુ એવી વાત ચાલી રહી છે કે લોકોને કારણે જે હકદાર વિદ્યાર્થી હતા તેઓ ડોક્ટર બનવાનો અવસર ગુમાવી બેઠા છે, કેમ કે હવે સીટ પાંચ વર્ષ સુધી ખાલી રહેશે, પણ હું સિક્કાની બીજી બાજુ તરફ ધ્યાન આકર્ષિત કરવા માગું છું. તારણ જે પણ નીકળે, પણ કેટલાક વિદ્યાર્થીઓનું કરિયર હંમેશા માટે ખરાબ થઇ ગયું, કેમ કે મેડિકલ સીટ મેળવાની લાલચમાં વિદ્યાર્થીઓએ ફરજી પ્રમાણ-પત્ર હાસિંલ કરી લીધું.

મને સારી રીતે યાદ છે કે 1978માંં હું જ્યારે પ્રથમ ઇન્ટરવ્યૂ માટે મુંબઇ સ્થિત સ્વિસ કંપની રોશ પ્રોડક્ટ્સ લિમિટેડમાં ગયો હતો, ત્યારે ઇન્ટરવ્યૂ પહેલા મને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યૂ આપવા આવેલામાંથી એક કૃપાશંકર સિંહ પણ હતા, જે પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી બન્યા. મને ફોર્મ ઘણું સાધારણ લાગ્યું ફક્ત એક જગ્યા ખાલી રાખીને ત્યા સ્પષ્ટ શબ્દોમાં લખ‌વામાં આવ્યું હતું,‘શું તમારા કોઇ સંબંધી કંપનીમાં કામ કરે છે જો હા હોય તો તેમનું નામ અને હોદ્દો અહીં લખો. હું થોડાક સમય સુધી ત્યા અટકાઇ ગયો, કેમ કે મને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો એટલા માટે હતો કે મારા મામા ત્યા લેબર ઓફિસર હતા.મેં જગ્યા ખાલી રાખી દીધી અને ફોર્મ જમા કરી દીધું. આખા ઇન્ટરવ્યૂ દરમિયાન મેં જોયું કે કેબિનમાં બેઠેલા મારા મામા દરેક અરજદારની સાથે ઘણા સવાલ-જવાબ કરી રહ્યા હતા. જ્યારે મારો સમય આવ્યો ત્યારે મારા મામા ત્યા હાજર નહોતા. તેમના સહયોગી ડિકે સરકારે તેમની જગ્યા લીધી. તેમણે કહ્યું કે,‘પ્લીઝ જગ્યાને ભરી દો, અમે જાણીએ છીએ કે તમે મિસ્ટર નારાયણના ભત્રીજા છો. કારણ છે કે જ્યારે તમારો ઇન્ટરવ્યૂ થઇ રહ્યો છે એટલે અહીં ઉપસ્થિત નથી.’ મેં જગ્યા ભરી દીધી અને ઇન્ટરવ્યૂમાં અન્યોની તુલનામાં મને વધારે સવાલ-જવાબ પૂછવામાં આવ્યો.

ઘરે પાછા ફર્યાબાદ મારા મામાએ કહ્યું કે,‘ મને ખુશી છે કે તું ખોટું ના બોલ્યા, પણ ચૂપ રહેવું ખોટું બોલવા બરાબર છે. ધ્યાન રાખ કે કોઇની પણ કારકિર્દી જુઠાણાના પાયા પર શરૂ ના થવી જોઇએ. જે પણ હોય, તને શુભેચ્છા કેમ કે તે ઇન્ટરવ્યૂમાં સારં પ્રદર્શન આપ્યું છે. તને નોકરી મળી ગઇ છે અને જલદી કોલ લેટર પણ મળી જશે. ત્યારબાદ પોતાની લાઇફમાં મેં ઘણા સંબંધીઓને હું જ્યાં કામ કરતો હતો સંગઠનો અને કંપનીઓમાં જોબ મળે માટે મદદ કરી, પણ અગાઉ ઉચ્ચ હોદ્દેદારોને તેની જાણકારી આપી દેતો હતો. ઉપરાંત ઇન્ટરવ્યૂની કોઇપણ પ્રકિયામાં ક્યારેય ભાગીદાર નથી બન્યો.

એન. રઘુરામન

raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો