તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અડધા રિયોમાં ઓલિમ્પિક, તો અડધા શહેરમાં ગેંગવૉર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડધા રિયોમાં ઓલિમ્પિક, તો અડધા શહેરમાં ગેંગવૉર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિમોનરોમેરો, (બ્રાઝીલ બ્યૂરો ચીફ)

રિયોડીજાનેરોમાં કોપકાબાના કાંઠે દિવસોમાં ચાલી રહેલી વોલીબોલની મેચના કારણે તે વધારે ચર્ચામાં છે. દર્શકોની ભીડ ત્યાં નજરે ચડે છે. પણ ઓલિમ્પિકના ઉત્સાહના ગણતરીના અંતરે ગોળીઓ ચાલી રહી છે. ઓલિમ્પિકના અવાજમાં ગોળીબારના અવાજો સંભળાતા નથી. પણ હિલ પર વસેલી રિયોની વસ્તી ગેંગવૉરમાં પિસાઈ રહી છે. ત્યાંના લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતા નથી. બાળકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. 9 વર્ષના રિચર્ડ ડાયસને મેં જ્યારે જોયો ત્યારે તે અત્યંત ડરેલો હતો. તે હાલમાં પોતાના ઘરની બહાર ગોળીઓનો અવાજ સાંભળીને જમીન પર સૂઈ ગયો હતો. બાદમાં મમ્મીને જોઈને તે એની પાસે દોડી ગયો હતો. મમ્મીએ તેને બારી ખુલ્લી નહીં રાખવા જણાવ્યું હતું. રિસર્ચની માતા જુસેલિયા સિલ્વા (35) કહે છે કે અમારી હાલત પેલા ઘોડાઓ કરતા પણ ખરાબ છે જે ઓલિમ્પિકમાં દોડી રહ્યા છે.

હું જોઉં છું કે રિયોમાં ઓલિમ્પિકનું વાતાવરણ જરૂર છે. પણ સ્થાનિક લોકો ખુશ નથી. અડધું રિયો ઓલિમ્પિકના ઉત્સાહમાં ડૂબેલું છે. સમુદ્ર કાંઠેના વસ્તી ધરાવતા વિસ્તારોમાં સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી લોકોમાં ડર રહે. ઓલિમ્પિકના વાતાવરણમાં હિલ પર સ્થિત વસ્તીઓમાં ગોળીઓના અવાજો વાતાવરણને અસહજ બનાવી દે છે. ઝૂંપડપટ્ટીમાં વસતાં લોકોએ ઓલિમ્પિકના વાતાવરણ સાથે અંતર રાખ્યું છે. તેમને રમતોના ઉત્સાહ કરતા વધારે પોતાના જીવની ચિંતાન છે. ગત દિવસોમાં અલમમાઓ વિસ્તારની વસ્તીમાં 200થી વધારે પોલીસ અધિકારીઓએ ગેંગસ્ટરો પર હુમલો કર્યો હતો. ત્યાં અથડામણમાં બે ગેંસસ્ટરના મોત થયા હતા. જ્યારે નાર્કોટીક્સ વિભાગના ટોચના અધિકારીઓને પણ ગોળી વાગી હતી. અલેમાઓ વિસ્તારમાં આશરે 70 હજાર લોકો રહે છે. ત્યાં ગત સપ્તાહે બે વખત ગોળીબાર થયો હતો. ટીવી ચેનલોના કેમેરા ઓલિમ્પિક વેન્યૂ તરફ છે તેથી ગોળીબારના ફૂટેજ જોવા મળતા નથી. જ્યારે ખરેખર તો ઓલિમ્પિક શરૂ થતા પહેલા રિયો ઓલિમ્પિક કમિટિના પ્રવકત્તા મારિયો આંદ્રેએ દાવા સાથે કહ્યું હતું કે રિયો સમયે વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર છે. ઓલિમ્પિક શરૂ થયા બાદ અલેમાઓ જેવા વિસ્તારોમાં ગેંગવૉરની ડઝનબંધ ઘટનાઓ ઘટી ચૂકી છે. તેના કારણે ઓલિમ્પિક વિસ્તારમાં સુરક્ષાના સવાલો પેદા થયા છે.

2009માં જ્યારે રિયો ઓલિમ્પિકનું યજમાનપદ બ્રાઝિલે મેળવ્યું હતું ત્યારે અધિકારીઓએ ગેંગસ્ટરોના અલેમાઓ જેવા વિસ્તારો દર્શાવ્યા હતા.

સ્થાનિક લેખક જોસ ફ્રેન્કલિન સિલ્વેરાએ રિયોની સુરક્ષા પર ઓલિમ્પિક્સ ઇન અલેમાઓ કવિતા લખી છે. તેઓ કહે છે કે મારી કવિતાઓમાં અમારો ભય સમાયેલો છે. ભય જે અમારા ઘરની આસપાસ ઘૂમે છે.

રિયોના અલમાઓ વિસ્તારમાં 70 હજાર જેટલા લોકો રહે છે. વિસ્તાર ગેંગવૉરથી સૌથી અસરગ્રસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો