તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મને સાધુ થવાની વાત બાપાએ કરી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મને સાધુ થવાની વાત બાપાએ કરી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
“આપણે સૌએ સંગઠિત બનીને રહેવાની જરૂર છે. સંપ હશે તો આપણી પ્રગતિ થશે અને આપણે નિર્ધારિત કાર્યો કરી શકીશું. આપણામાં એકતા હશે તો શક્તિવાન બનશું. પ્રમુખ સ્વામીએ બતાડેલા કાર્યો કરવાના છે. પ્રમુખ સ્વામીએ એટલું કાર્ય કર્યું છે કે, કશુંય બાકી રાખ્યું નથી. તેમણે ખૂબ જવાબદારીઓ આપી છે પરંતુ સેવા કરવાની શક્તિ પણ તેમણે આપી છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં 1100થી પણ વધુ મંદિરો, 1 હજારથી પણ વધુ સંતો તેમજ અનેક લોકસેવાના કાર્યો કર્યા છે. પરંતુ તેમણે હંમેશાં ભગવાનને સર્વકર્તા માનીને સંપ અને નિયમ ધર્મની દ્રઢતા અને સાધુતા રાખીને કાર્યસંપન્ન કર્યા છે. આપણે તેઓના ખૂબ ઋણી છીએ કે તેમણે આપણને સ્વીકારીને કૃતાર્થ કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશીર્વાદ વર્ષો સુધી આપણા સૌ પર વરસાવતા રહેશે.પ્રમુખ સ્વામી મહારાજનો નિ:સ્વાર્થ પ્રેમ ક્યારેય વિસરી શકશે નહીં. અસંખ્ય લોકોને શાંતિ આપવાનું કાર્ય કરનાર સ્વામીશ્રીએ જે વાત્સલ્ય વરસાવ્યું છે તે આધ્યાત્મિક પ્રગતિનું કારણ છે.”

સન્ 1951ની વાત છે. તે સમયે મારી ઉમર 16 વર્ષની હતી. ત્યારે એક દિવસ સમાચાર આવ્યા : શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા છે! બધા સંબંધીઓ સાળંગપુર જવાના હતા, આખુ ઘર, મારે નહોતું જવું તો પણ સાળંગપુર જવું પડ્યું. હું પહોંચ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર થઈ ચૂક્યા હતા. તે પછી ગઢડામાં પ્રતિષ્ઠા હતી. સૌની સાથે હું પણ ઉપડ્યો. હું સ્વાભાવિક નિરૂત્સાહ હતો. આવી વિપરીત મનોદશા સાથે ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ.

સમયે એમની ઉમર 29 વર્ષની અને મારી ઉમર 16 વર્ષની હતી. તેમના પ્રથમ દર્શન સાથે આકર્ષણ થયું હતું. સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા. તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. સ્વામીને હું પણ ઓળખતો હોઉં તેવું લાગ્યું. સ્વામીશ્રીની નિકટમાં આવતાં થોડી ક્ષણોમાં અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઉંચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોઉં એવી ટાઢક થવા લાગી. ત્યારે એક હરિભક્ત આવ્યા અને સ્વામીશ્રી પલકારામાં ત્યાંથી જતા રહ્યા સમયે કોઈએ કિમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેબતાઈ ગયો. આજે સમજાય છે કે, સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું. સૌપ્રથમ વાર મને સાધુ થવાની વાત જો કોઈએ કરી હોય તો પણ પ્રમુખ સ્વામી હતા. સ્વામીશ્રી યોગી અને પરમ દિવ્ય આધ્યાત્મિક પુરૂષ છે.

છેલ્લા ત્રણથી પણ વધુ વર્ષથી સાળંગપુરમાં નિવાસ કરી રહેલા બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમનો નશ્વરદેહ આજ ભૂમિ પર છૂટે અને તે પ્રમાણે બાપાએ 13 ઓગસ્ટે સારંગપુર ખાતે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. જો કે તેમના છેલ્લા 1300 દિવસના નિવાસ દરમિયાન તેમણે અનેક ભક્તોને દીક્ષા આપી. વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા. મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાવી હતી. તેમની સાક્ષીમાં સાળંગપુર મંદિરનો શતાબ્દી મહોત્સવ ઊજવાયો હતો. કોઠારી સ્વામી તરીકેનું પદ પણ ત્યાંજ તેમને અવગત થયું હતું.

સ્વામી બાપાનો અને સાળંગપુરનો ગાઢ નાતો

સ્વામીશ્રી સાથેની પ્રથમ મુલાકાતે દિવ્ય અનુભવ થયો હતો : સાધુ કેશવજીવનદાસ

રવિવારના રોજ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગરથી આવી રહ્યા હતા. રવિવારે અગિયારસનો ઉપવાસ હોવાથી ભક્તોને તકલીફ પડે તે માટે સ્વામીનારાયણ ભક્તો દ્વારા રસ્તા પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શને જતા ભક્તોને ફરાળી નાસ્તા અને ચા-પાણીની સેવા આપી રહ્યા હતા. જોકે સમગ્ર રૂટ પર ભક્તોએ પણ સ્વયં શિસ્ત જાળવીને ટ્રાફિક નિવાર્યો હતો.

સ્વામિનારાયણ ભક્તો દ્વારા રસ્તા પર સેવા કેમ્પ શરૂ કરાયા

બીએપીએસ સંસ્થાનના સમગ્ર વિશ્વના લગભગ 55થી વધુ દેશોમાં 1200 જેટલા મંદિરો આવેલા છે. ત્યાં પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે લાઇવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે. જેને કારણે લાખો હરિભક્તો પોતાના ગુરુજનના અંતિમ દર્શનનો લહાવો માણી શકશે.સાથે સારંગપુર મંદિરમાં પણ એલઇડી સ્ક્રીન્સ લગાડવામાં આવી છે. જેને કારણે બહાર પણ ભક્તો દર્શનનો લહાવો માણી શકે છે.

55 દેશોના 1200 મંદિરમાં લાઇવ વેબકાસ્ટિંગ થશે

{મહંત સ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો