તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાદી સંભાળ્યા બાદ પહેલું મંદિર સાંકરીમાં બંધાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાદી સંભાળ્યા બાદ પહેલું મંદિર સાંકરીમાં બંધાવ્યું હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરમપૂજ્યપ્રમુખ સ્વામી મહારાજે સત્સંગની ધૂરા સંભાળ્યા પછી સને 1971માં સૌ પ્રથમવાર સાંકરીમાં અક્ષરપુરસોત્તમ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગની ધૂરા સંભાળ્યા પછી સને 1971માં સૌ પ્રથમવાર સાંકરીમાં એક નાના મંદિરમાં ઠાકોરજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. બારડોલી તાલુકાનું સાંકરી ગામમાં ધાર્મિક સંસ્કારો પહેલેથી હતાં. લગભગ 50 વર્ષ પૂર્વે ગામના હરિભક્ત રમણભાઈ, બાબરભાઈ, ગોવિંદભાઈ તથા જીવણભાઈએ ગામ તથા આજબાજુના વિસ્તારના સહયોગથી સાંકરીમાં એક નાનકડું પણ સુંદર મંદિર બનાવ્યું હતું. મંદિરમાં પધરાવવા માટે લક્ષ્મીનારાયણ દેવીની સોહામણી મૂર્તિ પણ લાવી રાખી હતી. ગ્રામજનોએ યોગી મહારાજના ઉત્તરાધિકારી પ્રમુખ સ્વામિ મહારાજનો સંપર્ક કર્યો અને યોગીજી મહારાજના વચનોની યાદ અપાવી સ્વામીએ સાંકરી આવવાનું સ્વીકારી લીધુ મંદિરની પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપ્યો અને તારીખ 3/7/1971ના રોજ સ્વામી સાંકરી મુકામે અક્ષરપુરસોત્તમ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવીની મૂર્તિની ભવ્યતા પૂર્વક પ્રતિષ્ઠા કરી બોચાસરણ વાસી અક્ષર પુરસોત્તમ સ્વામીનારાયણના સૂત્રધાર તરીકે બિરાજ્યા પછી સ્વામીના હસ્તે પ્રથમ શીખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી

પ્રમુખ સ્વામી મહારાજ સાંકરી આવીને જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે તેમણે અહીંના આદિવાસી લોકોના જીવન ધોરણ ઉંચુ લાવવા સંકલ્પ કર્યો હતો. તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ ગામે ગામ ફરીને લોકોના વ્યસન મૂક્તિને સામાજિક સમજ આપતાં હતાં તે સમયે તેઓ તેઓ જ્યાં સ્નાન કરતાં હતાં તે પથ્થર પણ આજે મોજુદ છે.

લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા સંકલ્પ

બારડોલી તાલુકાના સાંકરી મંદિરએ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય સ્થાન છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી પર બેઠા ત્યારબાદ 1971માં પ્રથમ સાંકરી મંદિરે અક્ષરપુરસોત્તમ મહારાજનું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તે સમયે પ્રમુખ સ્વામી મહારાજે ઉચ્ચાર્યુ હતું કે સાંકરી સોનાની સાંકરી બનશે. અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ અહીંના ગામડાઓમાં ફરી લોકોને વ્યસનમૂક્ત કરવા અને જીવનધોરણ ઉચું લાવવા માટે અનેક પ્રયાસો કરીને લોકોને વ્યસન મૂક્ત કર્યા છે. સાંકરી મંદિર અતર્ગત 350 સત્સંગ કેન્દ્રો ચાલે છે અને 60 જેટલા મંદિરો બન્યા છે. અને ત્યારબાદ 2011ના જૂન માસમાં જ્યારે પ્રમુખ મહારાજ છેલ્લી વખત સાંકરી મંદિરે આવ્યા હતાં ત્યારે જણાવ્યું હતું કે ‘સાંકરી મંદિરે દર્શન આવનારને હરિદ્વાર, ઋષીકેશ, બદરીનાથ, જગન્નાથપુરી, દ્વારકા આદિ 68 તીરથની જાત્રાનું ફળ મળશે’.

1971માં પ્રમુખ સ્વામીએ કહ્યું હતું કે ‘સાંકરી સોનાની સાંકરી બનશે’

સને 1971માં નાના મંદિરમાં અક્ષરપુરસોત્તમ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો