તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘અમે ભગવાન આદેશ આપે રીતે રહીએ છીએ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘અમે ભગવાન આદેશ આપે રીતે રહીએ છીએ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોપ જ્હોન પોલ-2 સાથેની મુલાકાતમાં બાપાએ કહ્યું,

પ્રિલ, 1984માં શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના (બીએપીએસ) નવ સંતોના કાફલા સાથે બ્રહ્મલીન શ્રી પ્રમુખસ્વામી મહારાજ રોમમાં વેટિકન સિટીની મુલાકાતે ગયા હતા અને 7 એપ્રિલના રોજ ખ્રિસ્તી ધર્મના તત્કાલીન વડા પોપ જોન પોલ-2 સાથે મુલાકાત નિર્ધારિત થઈ હતી. મુલાકાતના આગલા દિવસે રોઈટરના રિપોર્ટર ફ્રેન્ક પુલેલા અમારા ઉતારે આવ્યા હતા અને બાપાને મળ્યા હતા. તેમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે તમે પોપને મળવા જઈ રહ્યા છો ત્યારે તમારા સહિત તમારા રસાલામાં તો બધાએ ભગવા સાદા વસ્ત્રો પરિધાન કર્યા છે, જ્યારે પોપનો તો ઠાઠ-માઠ કાંઈ ઓર હોય છે. વાત સાંભળીને પ્રમુખસ્વામીએ સાહજિક સ્મિત વેરતા કહ્યું કે, ‘પોપ જે કપડાં પહેરે છે તે તેમની અલગ પહેરીકરણીના ભાગરૂપે છે. અમને તો ભગવાન સ્વામિનારાયણે જે આદેશ આપ્યો છે તે પ્રમાણે કરીએ છીએ. તમારા કહેવા મુજબ પોપ ઠાઠમાં રહેતા હોય તો તેમની રીતે બરાબર છે. અમે અમારી રીતે બરાબર છીએ.’ આમ, પ્રમુખસ્વામી કદી પરનિંદામાં નથી ઉતર્યા અને રીતે આગલા દિવસે પોપ સાથે તેમની મુલાકાતનો આખો માહોલ તૈયાર થયો હતો.

બીજા દિવસે સવારે 10.30 વાગ્યે વેટિકન સિટીમાં પ્રમુખસ્વામીની સાથે અમે નવ સંતો ગયા હતા. પોપ પ્રાર્થના કરીને આવ્યા અને પ્રમુખસ્વામીને જોતાં ઉમળકાભેર તેમને ભેટી પડયા હતા. અસરપરસ પ્રસ્તાવના પૂર્ણ થયા બાદ પ્રમુખસ્વામીએ તેમની પાસે કાયમ રહેતી ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મને દેખાડી અને પ્રેમથી કહ્યું કે, ‘આમને, હરિકૃષ્ણ મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પણ ઓળખાણ આપો.’ બાબત પ્રમુખસ્વામીમાં પોતે મોટા ધર્મગુરુ હોવા બાબતનો લગીરે અહમ હોવાનું દર્શાવતી હતી. બાપાની સાથે ગયેલા સંતોને જોઈ પોપ સાહજિકતાથી બોલી ઉઠ્યા કે, ‘ઓલ ધીસ આર સો યંગ એન્ટ બ્રાઈટ’ એટલે કે બધા યુવાન અને છતાં અત્યંત તેજસ્વી સંતો છે. તે સમયે પોપ સાથેના બધા ખ્રિસ્તી સંતો અને પાદરીઓ મોટી ઉંમરના હતા. પોપ બધાને મળતા ગયા અને પ્રમુખસ્વામી પણ સાથે હતા. અમે ઘણી વસ્તુ ભેટરૂપે આપવા લઈ ગયા હતા જેમાં સાદડી ઉપર કુદરતી રંગોથી દોરેલું જીસસ ક્રાઈસ્ટનું પેઈન્ટ, લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ પુસ્તક, ચાંદી પર અક્ષર અને પુરુષોત્તમની ઉપહારની મૂર્તિ વગેરે હતું. બધું ભેટ આપ્યું. હું અંગ્રેજીમાં પોપને સમજાવતો હતો કે કેવી રીતે 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો, અને તેમની ઝરમર કેવી હતી. હવે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેલી ગુણાતિતાનંદ સ્વામિની મૂર્તિ જોઈને પોપે પૂછ્યું કે કોણ છે. હવે પોપને ગુણાતિતાનંદ સ્વામીની ઓળખ કેવી રીતે આપવી તે વિષે હું મૂંઝાયો પરંતુ બાપાની પ્રેઝન્સ ઓફ માઈન્ડ ગજબની. તેમણે તુરત મને કહ્યું કે, પોપને કહો કે જેમ ક્રિશ્ચિયાનિટીમાં પીટર જીસસ ક્રાઈસ્ટના 12 શિષ્યમાં ટોચે હતા તે રીતે ગુણાતીતાનંદ સ્વામિ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ અને આદર્શ શિષ્ય હતા. તેમણે ખૂબીપૂર્વક વાત કરી તો પોપ ખૂબ રાજી થયા. બાપાએ કહ્યું કે, આપણે બે ધર્મના ગુરુ મળીએ છીએ તેમ બે ધર્મના શિષ્યો વચ્ચે પણ સંવાદિતતાનું સંવર્ધન થશે કારણ કે તેઓ જુએ છે કે હિન્દુ ધર્મના ગુરુ છે ખ્રિસ્તી ધર્મના ગુરુ છે. રીતે બે ધર્મના ગુરુ અને શિષ્યો મળે ત્યારે સોહાર્દની લાગણીપેદા થાય છે.

{સાધુ વિવેકજીવનદાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો