તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહીદ હંગપન દાદાને અશોક ચક્રનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ હંગપન દાદાને અશોક ચક્રનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી સૈન્ય છાવણીમાં ફેરવાયું

સ્વતંત્રતા

દિવસ

સ્વતંત્રતાદિવસ પહેલા દિલ્હીના લાલ કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં બહુસ્તરીય ઘેરો લગાવવામાં આવ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી ખાસ સુરક્ષા ટીમ અને સંરક્ષણ મંત્રાલયની છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આયોજનના સ્થળે વિદેશી હસ્તીઓ અને સામાન્ય નાગરિકોના આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના 5,000 કર્મચારીઓ સહિત 8,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી સોપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે એનએસજી સ્નાઇપર્સ અને કમાન્ડોની એક ખાસ ટીમ સુરક્ષા ઘેરાની અંદરના સ્તરનું નિર્માણ કરશે. ડ્રોન અને પ્રોજેક્ટાઇલ જેવી કોઇ પણ હવાઇ ઘૂસણખોરી રોકવા માટે વિમાન વિરોધી તોપો તૈનાત કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં સર્વેક્ષણ કરી રહી છે અને વિસ્તારમાં રહેતા 9,000થી વધુ લોકોની વિસ્તૃત માહિતી એકત્રિત કરી છે. લાલ કિલ્લા સામેની ઇમારતોને પોલીસ અને અર્ધ-સૈનિક દળોથી સુરક્ષિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ ભવન ફરતે હાઇ એલર્ટ જાહેર

રાષ્ટ્રપતિભવન સંકૂલની બહાર શંકાસ્પદ બેગ વિશે મળેલી બાતમીને પગલે દિલ્હી પોલીસે રવિવારે હાઇ સિક્યુરિટી એલર્ટ જાહેર કરીને રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 1 ની બહાર શંકાસ્પદ બેગ પડેલી હોવા વિશે કોઇ અજ્ઞાત વ્યક્તિએ દિલ્હી પોલીસને કોલ કરી એલર્ટ કર્યું હતું.

ભારત-નેપાળસરહદી ચોકીઓ પર સંયુક્ત પેટ્રોલિંગ

નેપાળસરહદેથી આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીની આશંકા સંબંધિત સુરક્ષા એજન્સીઓની સૂચના પછી ભારત-નેપાળ સરહદે આવેલી બધી ચોકીઓને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સંયુક્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે. નેપાળ સરહદે ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરાઇ છે.

રાજધાનીદિલ્હીના મેટ્રો સ્ટેશનોને બંધ રખાશે

લાલકિલ્લામાં સ્વતંત્રતા દિવસના આયોજન પર ચાંપતી નજર રાખવા માટે સૈન્ય અને એનએસજી અધિકારી એક ખાસ સંચાર અને કમાન સેન્ટર ચલાવશે. અધિકારીઓએ જણાવ્યું કે આયોજન સ્થળે વડાપ્રધાન ઉપસ્થિત રહે ત્યાં સુધી તેની આસપાસના મેટ્રો સ્ટેશનોને બંધ રાખવામાં આવશે.

9000ની માહિતી મેળવી

{8000કર્મચારીઓસુરક્ષામાં

{9,000થીવધુલોકોની માહિતી પોલીસે એકત્રિત કરી

{605બાલકનીપર ચાંપતી નજર

{104બારીઓપર પણ ધ્યાન રખાશે

{3000થીવધુઝાડ પર માર્કીંગ

ઓચિંતી સ્થિતિ માટે ખાસ ઉપાય

આયોજનસ્થળે જો ઓચિંતી સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ખાસ ઉપયા કરવામાં આવશે. નોંધનીય છે કે, વડાપ્રધાન અગાઉ પણ આવું બે વાર કરી ચુક્યા છે.

7 આરસીઆરથી લાલ કિલ્લા સુધી વડાપ્રધાનના કાફલાના આવવાના માર્ગમાં સેંકડો સીસીટીવી કેમરાની મદદથી દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પહેલાથી પેરા-ગ્લાઇડિંગ, યુએવી અને હોટ એર બ્લૂનોના ઉડ્ડયન સહિત હવાઇ પ્રવૃત્તિઓને 10મી ઓક્ટોબર સુધી પ્રતિબંધિત કરી દીધું છે.

રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત કરી દેવાયા છે.

PMના માર્ગમાં સેંકડો સીસીટીવી

વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી ખાસ સુરક્ષા ટીમને, 8,000થી વધુ સુરક્ષા જવાનો તહેનાત કરાયા

દસ શહેરોમાં ‘સ્માર્ટ ગંગા સિટી’ પરિયોજના શરૂ નવીદિલ્હી | દશશહેરોમાં સ્માર્ટ ગંગા પરિયોજના શરૂ કરવામાં આવી છે. શહેરોમાં ગંદા પાણીને શુદ્ધ કરીને છોડવામા આવશે. યોજના હરિદ્વાર, વારાણસી, મથુરા, વૃંદાવન, કાનપુર, અલાહાબાદ, લખનઉ, પટણા, સાહિબગંજ, બૈરકપુરમાં શરૂ કરવામાં આવી.

શિકાગો | પોલિનામાં પ્લાસ્ટિકના સ્વિમિંગપૂલમાં રમી રહેલી બા‌ળકી ટકારા મોર્ગન છે. 19 જુલાઈએ તેને એક ગોળબારમાં ગોળી વાગી હતી. તેનો ડર દૂર કરવા માટે શિકાગો પોલીસે તેને સ્વીમિંગ પૂલ ભેટ કર્યો છે.

બાળકીને ગિફ્ટમાં સ્વિમિંગપૂલ

કોણ હતા હંગપન દાદા

દાદાએ POKના 4 આતંકીને ઠાર માર્યા હતા, રાષ્ટ્રપતિએ 14 શૌર્ય, 63 સૈન્ય સહિત 82 વીરતા પુરસ્કાર મંજૂર કર્યા

18 કલાક સુધી આતંકીઓનો સામનો કરનારા

હંગપન દાદા અરુણાચલ પ્રદેશમાં બોદુરિયા ગામના નિવાસી હતા. હંગપન દાદા 1997માં સૈન્યના આસામ રેજીમેન્ટમાં સામેલ થયા અને 35 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તહેનાત હતા. આતંકવાદીઓ તરફથી થતા ગોળીબારમાં પોતાના સાથીઓનો જીવ બચાવ્યો હતો.

નિરંજનકુમાર,પવન કુમાર, તુષાર મહાજનને શૌર્ય ચક્ર

પઠાનકોટહુમલામાં શહીદ લેફ્ટ. કર્નલ નિરંજન કુમાર ઉપરાંત 9 પૈરા સ્પેશલ ફોર્સેસના કેપ્ટન પવન કુમાર અને કેપ્ટન તુષાર મહાજનને શૌર્ય ચક્રથી સન્માનિત કરાશે. બંને પંપોરમાં શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો