તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોકોવિચનો 700મો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વનાપ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે કારકિર્દીનો 700મો વિજય હાંસલ કરીને દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 28 વર્ષીય જોકોવિચે ટ્યૂનેશિયાના માલેક જાજિરીને 65 મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં 6-1, 6-2થી હરાવ્યો હતો. જોકોવિચ 700 વિજય સાથે સર્વાધિક મેચ જીતનાર ખેલાડીઓની ઓલટાઇમ યાદીમાં 12મા ક્રમે પહોંચી ગયો છે. યાદીમાં અમેરિકાનો જિમી કોનર્સ સર્વાધિક 1254 વિજય સાથે ટોચના ક્રમે છે. સિદ્ધિ હાંસલ કરવાના મામલે જોકોવિચ વર્તમાન ખેલાડીમાં ત્રીજા ક્રમે છે. તેની આગળ સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર (1067) તથા સ્પેનનો રફેલ નાદાલ (775) છે. કારકિર્દીમાં 11 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા જોકોવિચને તેની સિદ્ધિ પર કેક તથા ગિફ્ટ આપવામાં આવી હતી અને આયોજકો ઇન્ટરનેટ પર ‘હેશટૈગ 700’થી પેજ પણ બનાવ્યું હતું.

700મો વિજય મેળવ્યા બાદ ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચે જણાવ્યું હતું કે મેં 10 વર્ષ પહેલાં પ્રોફેશનલ ટેનિસની શરૂઆત કરી હતી. હું દિલથી રમતને પ્રેમ કરું છું અને તેનો આનંદ માણી રહ્યો છું. હું મારી જાત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું. પ્રત્યેક દિવસે હું મારી જાતને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરું છું.

અન્ય સમાચારો પણ છે...