તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરબંદર શહેરમાં જાદુગરના શો માં દારૂડીયાઓએ પથ્થર મારી કર્યો ખેલ

પોરબંદર શહેરમાં જાદુગરના શો માં દારૂડીયાઓએ પથ્થર મારી કર્યો ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનાટી.વી. અને મલ્ટીપ્લેક્સ સિનેમાના યુગમાં જાદુના શો વિસરાઈ રહ્યા છે ત્યારે કેટલાક જાદુગરોએ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જાદુનો શો ચાલી રહ્યો છે ત્યારે નજીકની ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક મહિલા અને પુરૂષો નશો કરેલી હાલતમાં ધસી આવ્યા હતા અને જાદુગરના ટેન્ટ ઉપર પથ્થરોના છૂટા ઘા મારીને આતંક મચાવ્યો હતો જેને પગલે પોલીસને દોડી આવ્યું હતું. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં જાદુગર યુવરાજ અને રાજકુમારના જાદુના શો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જાદુગરના ટેન્ટ નજીક આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી કેટલીક મહિલા અને પુરૂષો નશો કરેલી હાલતમાં આવીને તંબુ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો જેને પગલે તંબુના પડદાને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આતંક મચાવનાર મહિલા અને પુરૂષોની અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી. જાદુગર યુવરાજ અને રાજકુમારે જિલ્લા કલેક્ટરને પણ એક આવેદનપત્ર પાઠવી ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક અસામાજીક તત્વો અવારનવાર તોફાનો કરીને જાદુના શો માં ખલેલ પહોંચાડે છે ત્યારે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકવાની માંગ પણ કરી છે. પોરબંદર શહેરની મધ્યે ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં જાદુગર, સર્કસ અને કોમર્શીયલ મેળાનું પણ આયોજન થાય છે જેમાં ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક અસામાજીક તત્વો અવારનવાર પ્રકારે તોફાન કરીને મુશ્કેલી ઉભી કરે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...