તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માઇન્સ સુરક્ષા સપ્તાહ એટલે કંપનીના કર્મચારીઓની દિવાળી

માઇન્સ સુરક્ષા સપ્તાહ એટલે કંપનીના કર્મચારીઓની દિવાળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાતાલુકાનાં લોઢવા ગામ નજીક આવેલી સિમેન્ટ કંપનીમાં માઇન્સ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમા અધિકારીઓેએ જણાવ્યું હતુ કે સુરક્ષા સપ્તાહએ કંપનિના કર્મચારીઓની દિવાળી છે.

સુત્રાપાડા તાબાનાં લોઢવા ગામ નજીક આવેલ સિમેન્ટ કંપનીમાં માઇન્સ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીનાં અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે કંપની સુરક્ષા લઇને જાગૃત છે તથા વર્ષ દરમ્યાન એક પણ દુરઘટના ઘટી નથી જે સારી વાત કહેવાય સાથે જણાવ્યું હતુ કે સુરક્ષા સપ્તાહએ કર્મચારીઓ માટેની દિવાળી છે અને સુરક્ષાને લઇ પુરા વર્ષ સતર્ક રહેવુુ જોઇએ સાથે પબ્લીક સ્કુલ તથા કર્મચારીઓએ બનાવેલા પોસ્ટર નિહાળી ક્રમ અપાયો હતો. જયારે તકે આગ સામે કેવા પગલા લેવા તેની મોકડ્રીલ પણ કરાઇ હતી. તેમજ કાર્યક્રમનાં અંતમાં વૃક્ષારોપણ પણ કરવામાં અાવ્યું નથી. કાર્યક્રમમાં કંપનીના ડિપાર્ટમેન્ટ હેડ રાજીવ સિંઘ, દિનેશ રાંદ, દીલીપ રાધ, બલરામ સિંધ , જે.ડી.હરસોડા સહિતનાં ઉપસ્થિત રહયા હતા. અને નવું સુત્ર સુરક્ષિત ઉત્પાદન તેવું આપ્યું હતું.

કાર્યક્રમમાં આગ લાગે ત્યારે શું કરવું તેની મોકડ્રીલ કરી. }સંજય ઝાલા

અન્ય સમાચારો પણ છે...