તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફ્રાન્સનાં લેખકને શિવરાત્રી સહિત મેળાઓનું આકર્ષણ

ફ્રાન્સનાં લેખકને શિવરાત્રી સહિત મેળાઓનું આકર્ષણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવનીમુલાકાતે આવેલા ફ્રાન્સનાં નાગરીક અને વ્યાવસાયે લેખક સ્ટેફન ગીલેરમ દીવની મુલાકાતે આવેલ હોય તેમની સાથે થયેલ વાતચીતમાં તેઓ 20 વર્ષ પુર્વે પ્રથમ વખત દીવ આવેલ અને ત્યારબાદ ભારત દેશનાં અલગ- અલગ રાજયની 15 વખત મુલાકાત લીધેલ અને સમય દરમિયાન 6 વખત દીવમાં આવી એક-એક મહિનાનું રોકાણ કરેલ. પોતે લેખક હોવાથી ધાર્મિક, ગ્રાફીકસ, લડાઇનાં કાલ્પનિક ચિત્રો, સમાજ જીવન તેમજ ટેટુ જેવા વિષયો પર 6 જેટલી બુક લખેલ છે.

જેમાં મહાશિવરાત્રી , તરણેતર, દ્વારકા, પોરબંદર સહિતનાં મેળાઓ અને કુંભ મેળામાં જઇ હિન્દુ ધર્મની સંસ્કૃતિ, પરંપરા, શ્રધ્ધા અને સમાજ જીવનનો ઉંડો અભ્યાસ કરી અંગેની બુક બહાર પાડી પોતાનાં દેશમાં પ્રદર્શિત કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે એમ તેઓએ જણાવ્યું હતું. આમ વિવિધ દેશોમાં ફરી તેની સંસ્કૃતિને અને ધાર્મીક વારસાને જાણી તેમજ તેમજ પરંપરાની તલસ્પર્શી માહિતી મેળવે છે.

ટેટુ આર્ટિસ્ટો પ્રત્યે ગજબ લગાવ

તેઓજયારે પણ ભારત આવે ત્યારે ગુગલમાં સર્ચ કરી અભ્યાસ બાદ નાના - નાના ગામડાઓમાં જઇ ટેટુ આર્ટિસ્ટોને મળી કઇ જાતિનાં લોકો ટેટુઓ કરે છે તેનું જ્ઞાન મેળવે છે અને પોતાનાં શરીર પર પણ ટેટુ કોતરાવે છે. દીવની સૌંદર્યતા , અહિંની પ્રજા પ્રત્યે પણ તેમને ખાસ લગાવ છે.

અન્ય સમાચારો પણ છે...