તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઐયરની સત્રની ચોથી સદીથી મુંબઈની લીડ

ઐયરની સત્રની ચોથી સદીથી મુંબઈની લીડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂણે : શ્રેયસ ઐયરની રણજી સત્રની ચોથી સદી (117 રન)ની મદદથી 40 વખતની ચેમ્પિયન મુંબઈએ સૌરાષ્ટ્ર સામે રણજી ટ્રોફી મેચની ફાઈનલના બીજા દિવસે 27 રનની સરસાઈ મેળવી લીધી હતી. મુંબઈએ તેની પહેલી ઈનિંગ્સમાં આઠ વિકેટે 262 રન બનાવ્યા હતા. પહેલા સૌરાષ્ટ્રની પહેલી ઈનિંગ્સ 235 રનમાં સમેટાઈ હતી. ઐયરે 142 બોલમાં 117 રનની ઈનિંગ્સમાં 15 બાઉન્ડ્રી અને 2 સિક્સર ફટકારી હતી. મુંબઈની ટીમે એક સમયે બે વિકેટે 175 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી પરંતુ સૌરાષ્ટ્રે પછી 75 રનમાં વિકેટ ખેરવીને વળતી લડત આપી હતી. ઐયર અને યાદવે (48)એ ત્રીજી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી હતી.

{શ્રેયસઐયરે કુલ 1321 રન બનાવ્યા :ઐયરે સત્રમાં તેના રનની સંખ્યા 1321 પહોંચાડી દીધી અને તે એક રણજી સત્રમાં સર્વાધિક રન બનાવવાની બાબતે કેદાર જાધવ (1223), વાસિમ જાફર (1260) અને વિજય ભારદ્વાજ (1280)ને પાછળ છોડીને બીજા નંબરે પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...