તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇતિહાસમાં આજનો દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1991માં આજના દિવસે 200થી વધુ દિવસો સુધી કુવૈત ઉપર કબજો કરનાર ઇરાકી સેનાને પીછેહઠ કરવી પડી હતી. કુવૈત ઉપર હુમલો કર્યા બાદ અમેરિકી અને તેની સહયોગી સેનાએ ઇરાકની સેના ઉપર હુમલો કરી દીધો હતો. રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને તેની સેનાને આદેશ આપ્યો હતો કે, તેઓ કુવૈતથી પીછેહઠ કરે. તેમણે આદેશ એટલા માટે આપ્યો હતો કેમ કે 30 જેટલા દેશો ઇરાકના વિરોધી થઇ ગયા હતા અને અમેરિકાએ ઇરાક ઉપર આર્થિક પ્રતિબંધ મૂકી દીધો હતો. જ્યારે ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના 12 પ્રસ્તાવોને સ્વીકાર કર્યો ત્યારબાદ રાષ્ટ્રપતિ બુશે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. યુદ્ધવિરામ માટે બે શરતો મૂકવામાં આવી હતી, પ્રથમ કે, યુદ્ધ દરમિયાન પકડી લેવાયેલા અમેરિકા અને તેના સહયોગી દેશોના સૈનિકોને ફરી મુક્ત કરી દેવામાં આવે. અને બીજું કુવૈત ઉપરના ઇરાકના દરેક દાવાઓને સમાપ્ત કરી દેવામાં આવે.

ખાસ : સદ્દામમાર્ચ 2003 સુધી સત્તામાં હતા ત્યારે અમેરિકી સેનાએ ઇરાક ઉપર હુમલો કર્યો હતો. ડિસેમ્બર 2003માં સદ્દામની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ ઇરાકની કોર્ટે તેને મૃત્યુદંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...