તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્મૃતિ માથું કાપવાનું વચન પૂરું કરે : માયા

સ્મૃતિ માથું કાપવાનું વચન પૂરું કરે : માયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદયુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પર રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચા શુક્રવારે વધુ ઉગ્ર બની હતી. માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીના જવાબ પર બીએસપી પ્રમુખ માયાવતીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે માથું કાપીને ચરણોમાં મૂકવાનું વચન પૂર્ણ કરવાની પણ માગ કરી હતી. સ્મૃતિએ 24 ફેબ્રુઆરીએ હોબાળા વચ્ચે ગૃહમાં કહ્યું હતું કે, માયાવતીજી જો તમને મારાં વચનથી સંતોષ નહીં થાય તો હું મારું

...અનુસંધાન પાનાં નં.17

માથું કાપીને તમારા ચરણોમાં મૂકી દઇશ.

પહેલા શૂન્યકાળ શરૂ થતા કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ સ્મૃતિની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. સ્મૃતિએ જેએનયુમાં મહિષાસુર દિવસ ઉજવવા અંગેનું પેમ્ફલેટ વાંચી સંભ‌‌‌ળાવ્યું હતું. શર્માએ કહ્યું હતું, મંત્રીએ ગૃહમાં દુર્ગાનું અપમાન કર્યુ છે. અમે તેને સહન નહીં કરીએ. સ્મૃતિની ટિપ્પણીને ગૃહની કાર્યવાહીથી દૂર કરવામાં આવે. તેમણે ગૃહ અને દેશની માફી માગવી જોઇએ. વિપક્ષના ઘણા નેતાઓ તેમના સૂરમાં સૂર મિલાવ્યો હતો. તેમના અનુસાર દુનિયામાં હજારો પ્રકારના પેમ્ફલેટ્સ વેચાય છે પણ બધાને ગૃહમાં વાંચવા જરૂરી નથી. તે બાદ સ્મૃતિએ કહ્યું હતું કે હું પોતે દુર્ગાની પૂજા કરુ છું. મેં બધું દુ:ખી મનથી કહ્યું હતું. મેં જે કાંઇ પણ વાંચ્યું હતું તે જેએનયુના સત્તાવાર દસ્તાવેજમાં છે. સરકારના પેપર નથી.

રાજ્યસભામાં માયાવતી વિરુદ્ધ સ્મૃતિ ઈરાની પાર્ટ-2

સ્મૃતિ: તપાસ કમિટીમાં જે જસ્ટિસ પસંદ કરવામાં આવ્યા છે, તે યુપીમાં માયાવતીની સરકાર સમયે પોતાની સેવા આપી ચૂક્યા છે. મને નથી લાગતું કે તેમને તપાસ કમિટીમાં રખાવા સામે માયાવતીજીને કોઇ વાંધો હોય.

માયાવતી: તપાસ કમિટીમાં સામેલ જજ દલિત છે કે નહીં,તેનો જવાબ નથી મળ્યો. રોહિતનો મામલો ઉઠાવ્યો હતો, ત્યારે લાગતું હતું કે એચઆરડી મિનિસ્ટ્રીએ સમિતિમાં દલિત સભ્ય હોત તો તે દિવસે જણાવત. સચ્ચાઇ છે કે સમિતિમાં કોઇ દલિત સભ્ય નથી. તે દિવસે તેમણે આડી-અવળી વાતો કરી હતી. આજે પણ સાચો જવાબ આપ્યો નથી. જે જજ અશોકકુમારની વાત કરવામાં આવી રહી છે તે ઉચ્ચ કાસ્ટના છે. સ્મૃતિ નાટક કરવાની જગ્યાએ રોહિતના નાના ભાઈને સરકારી નોકરી આપી દેત તો વધારે સારું રહેત. તેમણે (સ્મૃતિ)એ કહ્યું હતું કે જવાબથી સંતોષ ના થાય તો તે માથું કાપીને ચરણોમાં મૂકી દેશે. હવે તમે તમારું માથું કાપીને મારા ચરણોમાં મૂકો. મંત્રીએ આવી નિવેદનબાજીના કરવી જોઇએ.

સ્મૃતિ: મેં બીએસપીના તમામ નેતાઓ-કાર્યકર્તાઓને કહ્યું હતું. જો જવાબ સંતોષકારક ના લાગે તો મારું માથું કાપીને લઇ જાવ.

માયાવતી: સ્મૃતિનો 24 ફેબ્રુઆરીએ મારા અને વિપક્ષના સભ્યો પ્રત્યેનો વ્યવહાર સારો નહતો રહ્યો. તે માટે તેમણે મારી પાસે લોબીમાં આવીને માફી માગી હતી. મેં મહિલા અને મોટી હોવાને કારણે તેમને માફી આપી હતી પણ આવી ભૂલનું પુનરાવર્તન કરવા પર હું અને મારી પાર્ટી તેમને માફ નહીં કરીએ.

સ્મૃતિ:માયાવતીજી લોબીમાં શું કહ્યું હતું, તે દેશને જણાવી દઉં તો તેમને યુપીમાં મોટી તકલીફ થઇ જશે. માયાવતીજી તમે મારો હાથ પકડીને કહ્યું હતું કે સ્મૃતિ જે તથ્ય તમે લોકસભામાં મૂક્યું તે જો પહેલા જણાવી દેત તો તમારી સામે સૂત્રો ના પોકારવા દેત. તેમણે કહ્યું હતું કે કોઇ વાત નહીં, રાજકારણ છે, આમ થતું રહે છે.

સ્મૃતિ જી સિરિયલ નથી, રિયલ લાઈફ છે : રોહિતની માતા

નવી દિલ્હી : હૈદરાબાદ યુનિ.માં આપઘાત કરનાર રોહિતની માતા રાધિકાએ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે સંસદમાં જે કંઈ કહેવાયું છે તે સદંતર ખોટું છે. કોઈ સિરિયલ નથી, રિયલ લાઈફ છે. તથ્ય સામે લાવો. તેને તોડવાનો મરોડવાનો પ્રયાસ કરો. દરમિયાનમાં રોહિત દલિત હતો કે કેમ તેનો વિવાદ ચાલી રહ્યો છે. રોહિતની માતા વડેરા સમુદાયમાંથી આવે છે જે દલિત નથી તેવું પોલીસ કહે છે. વડેરા સમુદાય પછાત વર્ગમાં આવે છે અનુસૂચિત જાતિમાં નહીં.

રાજ્યસભામાં ચર્ચા ઉગ્ર બની

અન્ય સમાચારો પણ છે...