તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 17 વર્ષ પહેલાં નાઈજિરિયામાં બિનલશ્કરી શાસન માટે 15 વર્ષ બાદ ચૂંટણી થઈ

17 વર્ષ પહેલાં નાઈજિરિયામાં બિનલશ્કરી શાસન માટે 15 વર્ષ બાદ ચૂંટણી થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1999માં આજના દિવસે નાઈજિરિયામાં 15 વર્ષમાં પહેલી વખત બિનલશ્કરી શાસકની ચૂંટણી માટે મતદાન થયું હતું. દિવસે વ્યાપક પ્રમાણમાં મતદાન કેન્દ્રો પર લોકો તેમના મત નાંખવા પહોંચ્યા. ભૂતપૂર્વ લશ્કરી શાસક ઓલ્યુસેગન ઓબ્સાન્જોએ 1979થી સત્તા સંભાળી હતી. ભૂતપૂર્વ સૈન્ય શાસક આલ્યુસેગન ઓબ્સાન્જોએ પીપલ્સ ડેમોક્રેટિક પક્ષમાંથી ચૂંટણી લડ્યા અને બહુમતી મળી હતી. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે લશ્કરી શાસન દરમિયાન માનવઅધિકાર ભંગના કિસ્સા ઉઠાવ્યા અને રાજકીય કેદીઓને જેલમાંથી છોડાવ્યા. તેમણે ભ્રષ્ટાચાર પર પણ લગામ ખેંચવાની શરૂ કરી દીધી છે. પાછળથી ટીકાકારોઅે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને 2002માં તેમના પર મહાભિયોગની વાતો થવા લાગી.

અન્ય સમાચારો પણ છે...