તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • JNU : કન્હૈયા, ખાલિદ અને અનિર્વાણની લાંબી પૂછપરછ

JNU : કન્હૈયા, ખાલિદ અને અનિર્વાણની લાંબી પૂછપરછ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેએનયુ(જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)માં દેશ વિરોધી સૂત્રોચ્ચારના આરોપી કન્હૈયા ઉમર ખાલિદ અને અનિર્વાણ ભટ્ટાચાર્યને એક સાથે બેસાડી પોલીસે શુક્રવારે લાંબી પૂછપરછ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે પૂછપરછમાં સૂત્રોચ્ચારમાં સામેલ આશરે 22 લોકોની ઓળખ થઈ છે.

દરમિયાન વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયાને ફરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. એક દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થવા પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો. જ્યારે, જેએનયુના સિક્યોરિટી ગાર્ડ અને ત્યાંના કોન્સ્ટેબલે સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો હતો કે કન્હૈયાએ સૂત્રો નહોતાં પોકાર્યાં.

સુપ્રીમે કેન્દ્ર અને પોલીસ પાસે જવાબ માગ્યો

સુપ્રીમકોર્ટેપટિયાલા હાઉસ કોર્ટમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયાકુમાર, પત્રકારો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કથિત હુમલાના કેસમાં કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસે ચાર માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે.જસ્ટિસ જે.ચેલમેશ્વર અને એ.એમ. સપ્રેની બેન્ચે વકીલ પ્રશાંત ભૂષણની અરજી પર નોટિસ ફટકારી હતી. ભૂષણે કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...