તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-પાક.નો હાઇવોલ્ટેજ ડ્રામા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતઅને પાકિસ્તાનની ટીમો શનિવારે ઢાકામાં એક્શનમાં હશે. એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાના હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા બન્ને ટીમોએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ પછી મિડિયાને કહ્યું કે પાકિસ્તાન સામે મેચ કોઈ વિશેષ મેચ નહીં પરંતુ અન્ય ટીમો જેવી એક રુટિન મેચ છે.

ભારત અને પાકિસ્તાન છેલ્લા દિવસોમાં માત્ર ત્રીજી વખત એક બીજા સામે રમવા જઈ રહ્યા છે અને તેથી મુકાબલાને લઈને પ્રશંસકો પણ ખૂબજ ઉત્સુક છે. ભારતે પાકિસ્તાન સામે 2015માં આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં વિજય મેળવ્યો હતો. ઉપરાંત ભારતે અત્યાર સુધી રમેલા ટી20 વર્લ્ડના તમામ સાતેય મુકાબલામાં પાકિસ્તાનને પરાજય આપ્યો છે. એશિયા કપની પ્રથમ મેચમાં ભારતીય ટીમ યજમાન બાંગ્લાદેશને 45 રને હરાવીને વિજયી શરૂઆત કરી ચૂકી છે અને તેનો ઉત્સાહ ખૂબજ બુલંદ છે તો બીજી બાજુ પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં ભારત સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

ટીમઈન્ડિયા સંતુલિત ટીમ છે : વિશ્વનીનંબર એક ટી20 ટીમ ભારત પાસે એક સંતુલિત ટીમ છે જેમાં સુકાની મહેન્દ્રસિંહ ધોની જેવો રણનીતિકાર છે તો વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન જેવા સ્ટાર બેટસમેન છે. પેસ બોલર આશિષ નેહરા, ઓફ સ્પિનરઅશ્વિન અને ઓલરાઉન્ડર યુવરાજસિંહનો અનુભવ ટીમને વિજયના માર્ગે દોરશે તો હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને પવન નેગી જેવા યુવા ખેલાડીઓની આક્રમકતા અને જોશ તેમાં નવી ઊર્જા અને તાકાત ઉમેરી રહ્યા છે.

પાક.ટીમ પણ કમ નથી : પાક.ટીમની પાસે સુકાની શાહિદ આફ્રિદી ઉપરાંત મોહમ્મદ આમિર, મોહમ્મદ હફિઝ, સોએબ મલિક, વહાબ રિયાઝ અને ઉમર અકમલ જેવા સિનિયર ખેલાડી છે જે ખૂબજ આક્રમક પણ છે. હફિઝ ભારત સામે બે વખત અડધી સદી ફટકારી ચૂક્યો છે તો પાકિસ્તાનના સ્ટાર બેટસમેન મલિકથી ભારતીય બોલરોએ સતર્ક રહેવું પડશે. તો વળી બોલરોમાં પાકિસ્તાનના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા આફ્રિદીના રડાર પર ભારતીય બેટસમેન હશે.

મુકાબલાનો હંુકાર : પાકિસ્તાનસામે રમાનારી મેચ પહેલા પ્રેક્ટિસ સત્રમાં ભારતનો હરભજનસિંહ જાણે પાકિસ્તાનને પોતાની શક્તિનો પરિચય આપીને મુકાબલા માટે તૈયાર રહેવા કહેતો હોય તેમ જણાતો હતો.

અન્ય સમાચારો પણ છે...