તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • {સંસદમાં આર્થિક સરવે રજૂ, વિકાસદર 7.5 ટકા રહેવાનો અંદાજ

{સંસદમાં આર્થિક સરવે રજૂ, વિકાસદર 7.5 ટકા રહેવાનો અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંસંપન્ન લોકોને મળી રહેલી રૂ. 1 લાખ કરોડની સબસિડી આગામી દિવસોમાં નાબૂદ થવાની શક્યતા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ 2015-16 રજૂ કરતાં સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર સબસિડીના વિરોધમાં નથી પરંતુ તે માને છે કે તે સધ્ધર લોકો માટે નહીં પરંતુ જરૂરિયાતવાળા લોકો માટે છે. લગભગ રૂ. 1 લાખ કરોડની સબસિડી લોકોને નથી મળી રહી કે જેમને જરૂર છે. પણ વસ્તુઓ અને સેવાઓ જેમ કે સોનું, રાંધણગેસ, કેરોસીન, વીજળી, રેલભાડું, વિમાન ટર્બાઇન ઇંધણ અને નાની બચત યોજનાઓ મારફતે સંપન્ન લોકો સુધી પહોંચી રહી છે. તેને તર્કસંગત બનાવીને યોગ્ય લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

સર્વે મુજબ દેશનું અર્થતંત્ર વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં 7 - 7.5 ટકા વિકાસ દર હાંસલ કરી શકાય છે પરંતુ વૈશ્વિક અસ્થિરતાના કારણે ...અનુસંધાન પાનાં નં.17તેમાં ઘટાડાનો ખતરો પણ રહેશે. જ્યારે બે વર્ષમાં 8 ટકા કે તેથી પણ ઊંચા વિકાસદરની સંભાવના છે. સુધારાની ગતિ જાળવી રાખવા માટે સબસિડીમાં કાપ મૂકવો, જીએસટી લાગુ કરવા અને નાણાકીય લક્ષ્યોની મધ્યસત્ર સમીક્ષા થ‌વી જોઇએ, જેથી વધારાના ખર્ચ શક્ય બની શકે. શ્રમબજારના પડકારોને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં નોકરીની સારી તકો ઊભી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. એવી નોકરીઓ જે સુરક્ષિત પણ હોય અને સારું વેતન પણ મળે.

બજેટમાં માળખાકીય સુધારાઓ પર ભાર હશે

જેટલીએ એવા પણ સંકેત આપ્યા છે કે આગામી બજેટમાં સારું રેટિંગ મેળવવા માટે લોકોને આકર્ષિત કરવાની નીતિઓ પર ભાર આપવામાં આવશે નહીં પરંતુ માળખાકીય સુધારાઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)નું અમલીકરણ એક મોટો આર્થિક સુધારો હશે. આશા છે કે કોંગ્રેસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જીએસટી ખરડાને રાજ્યસભામાં પસાર કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું કે આર્થિક બિલ ભાજપ વિરુદ્ધ અન્ય નથી. જો જીએસટી સાથે સંબંધિત બંધારણીય સુધારો ખરડો સર્વસંમત્તિથી પસાર થઇ જાય તો, બહુ સારું હશે.

ઉપાયોજણાવ્યા

{ડાયરેક્ટબેનિફિટ ટ્રાન્સફર માટે જનધન-આધાર-મોબાઇલ-(જેમ)ના ઉપયોગનો વિસ્તાર વધારવામાં આવશે.

{ પ્રતિ પરિવાર રાહત દરે 12ના બદલે 10 ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

{ખાતરનાં બજારને સરકારી અંકુશમાંથી મુક્ત કરીને નક્કી કરવામાં આવેલી સબસિડી સીધી ખેડૂતના ખાતામાં જમા થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...