તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનીભાગોળે 137 એકરમાં પથરાયેલા પ્રદ્યુમ્નપાર્ક ઝૂના વિકાસને સતત ચાલુ રાખવાના અભિગમ હેઠળ અનેક નવા પીંજરા અને નવા પ્રાણી-પક્ષીઓ લઇ આવવા માટે સત્તાધીશો પ્રયત્નશીલ છે. ઝૂમાં વધુ બે મગરની જોડી મૂકવામાં આવી છે. લખનઉ ઝૂ ખાતેથી ઘડિયાળ પ્રજાતિની મગર સહેલાણીઓ જોઇ શકે રીતે કુંડમાં મૂકવામાં આવી છે.

ઝૂમાં મગર માટે અલગ અલગ બે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે. અગાઉ એક મગરનું ઇનફાઇટમાં મૃત્યુ થયું હતું. પછી અન્ય એક મગરનું વૃધ્ધાવસ્થાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મગરની સંખ્યા ફરીથી વધારવા માટે મહાપાલિકાએ નેશનલ ઝૂ ઓથોરિટીની એક્સચેન્જ યોજના હેઠળ લખનઉ ઝૂ પાસે ઘડિયાળ મગર માગી હતી.

ઘડિયાળની બે જોડી રાજકોટ ઝૂ આવી ગઇ છે અને તેને કુંડમાં સહેલાણીઓ જોઇ શકે રીતે મૂકી પણ દેવામાં આવી છે. સામાન્ય રીતે ઘડિયાળ કોઇપણ વાતાવરણમાં અનુકૂળ થઇ શકતી હોવાથી તેને નવા સ્થળે ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને પછી ખુલ્લી મૂકવાની જરૂર ઓછી રહી છે. આમ છતાં તે પૂરતો ખોરાક લે છે કે કેમ, જોવા માટે વેટરનરી તબીબો દિવસ દરમિયાન ચારથી પાંચ વખત તેના પર ઓબ્ઝર્વેશન રાખશે.

રાજકોટ ઝૂમાં લખનઉથી આવી ચાર ઘડિયાળ મગર

અન્ય સમાચારો પણ છે...