તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જુનિયર વર્લ્ડ શૂટિંગમાં ભારતે 3 ગોલ્ડ સાથે 7 મેડલ જીત્યાં

જુનિયર વર્લ્ડ શૂટિંગમાં ભારતે 3 ગોલ્ડ સાથે 7 મેડલ જીત્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયશૂટરર્સે આઈએસએસએફ જૂનિયર વર્લ્ડ કપ શૂટિંગ સ્પર્ધાના પહેલા દિવસે ત્રણ ગોલ્ડ સહિત સાત મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો હતો. શુભાન્કર પ્રામાણિકે 50 મીટર રાઈફલ પ્રોનમાં, સંભાજી પાટીલે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં અને ભારતીય ટીમે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સિવાય ભારતે 1 સિલ્વર તેમજ 3 બ્રોન્ઝ જીત્યાં હતાં. મેડલની યાદીમાં ભારત ટોચ પર છે. ચીન બે ગોલ્ડ સાથે કુલ પાંચ મેડલ સાથે બીજા નંબર પર છે. 19 વર્ષીય શુભાન્કરે 50 મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં સરેરાશ 205.5નો સ્કોર કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તે ક્વોલિફિકેશન રાઉન્ડની 6 શ્રેણીમાં 613.8ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાને ફાઈનલમાં પહોચ્યો હતો. સ્પર્ધામાં ચેક રિપબ્લીકના ફિલિપ નેપેજચલે 205.2ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ તથા રોમાનિયાના ડ્રેગોમિર ઈરોદાકે 181.1ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. શુભાન્કરે સિંગલ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા સાથે ફતેહ સિંહ ઢિલ્લો અને અજય નીતીશ સાથે મ‌ળીને સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવ્યો હતો. ભારતને બીજો ગોલ્ડ સંભાજી પાટિલે જૂનિયર 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં અપાવ્યો હતો. પાટિલે 562 શોટ સાથે પહેલું સ્થાન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...