તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણનગરના જાહેર માર્ગો પર અને સોસાયટી વિસ્તારમાં રખડતી ગાયોના ટોળે ટોળાજ દેખાય આવે છે. અને આખો દિવસ ગાયો જાહેર માર્ગ પરજ અડીંગો જમાવિને બેસી જાય છે. જેનાથી અવર જવર કરતાં વાહન ચાલકોને તકલીફ વેઠવાનો વારો આવે છે. વાહન ચાલકો હોન વગાડવા છતાં ગાયો રોડપરથી ઉભી થતી નથી તો મુસાફરોની અવર જવરથી ધમ ધમતા એસટી ડેપોમાં પણ ગાયો અડીંગો જમાવીને બેસી જાય છે. છતાં કરજણ નગરપાલિકાનું નિદ્રાધિન તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ નગરમાં રખડતી ગાયોનો ત્રાસ દિવસેને દિવસે વધવા લાગ્યો છે અને શનિવારે આખો દિવસ ગાયોનું ટોળું નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર સ્ટેટ બેંક પાસે રોડ પરજ અડીંગો જમાવીને બેસી રહ્યું હતું. આવતા જતા વાહન ચાલકો હોર્ન વગાડવા છતાં ગાયો રસ્તા પરથી ઉભી થતી નથી. તાલુકાના ગાંમડાના મુસાફરોને ના છુટકે રોડની બાજુમાંથી પસાર થઇને જવું પડે છે. તેમજ મેઇન બજારમાં હાથીબાગ પાસે પણ ગાયો રોડ પરજ આવીને બેસીજતી હોય તે રવિવારે પણ બપોરના સમયે મુસાફરોની અવર જવર વાળા એસટીડેપોમાં પણ ગાયો જાણે એસટી બસની રાહ જોતી હોય એમ એસટીડેપોમાં પણ રવિવારે બપોર બાદ ગાયો અડીંગો જમાવીને બેસી ગઇ હતી. આમ રોજનો રખડતી ગાયોનો ત્રાસ હોવા છતાં કરજણ નગરાપલિકાનું નિદ્રાધીન તંત્ર કોઇજ કાર્યવાહી કરતું નથી.

કરજણ નગરપાલિકાનું નિદ્રાધિન તંત્ર રખડતી ગાયો પકડવા કોઇ કાર્યવાહી કરતું નથી

કરજણ એસટી દેપોમાં અને બજાર વિસ્તારમાં રખડતી ગાયોના ત્રાસથી નગરની જાહેર જનતાને પરેશાની થવા પામી છે.તસવીર-જતીન વ્યાસ

કરજણમાં રખડતી ગાયોના અડીંગાથી પ્રજા ત્રસ્ત

અન્ય સમાચારો પણ છે...