તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉચાપણમાં મધરાતે આઠ ફૂટનો કોટ કુદી હિંસક દીપડાએ ત્રણ બકરા ફાડી ખાધા

ઉચાપણમાં મધરાતે આઠ ફૂટનો કોટ કુદી હિંસક દીપડાએ ત્રણ બકરા ફાડી ખાધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવીજેતપુર પંથકના ઉચાપાણ ગામે મધ્યરાત્રીએ ખરેટી ફળીયામાં જંગલી દીપડો ત્રાટકતા એક લવારી કુલ ત્રણ બકરાને ફાડી ખાધા હતા. વાણી પ્રાણીના હુમલાને પગલે ગ્રામજનોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.

પાવી જેતપુર પંથકના ઊંચપાણ ગામે ફરીથી ગત મધ્યરાત્રીએ જંગલા વિસ્તારમાથી એક જંગલી દીપડો ખરેટી ફળીયામાં, સુખી ડેમ રોડ પર રહેતા પઠાણ લ્યાકતભાઇ ને ત્યાં ઘરની આગળ આવેલ આંઠ ફૂટ જેટલા ઊંચા કોટમાં બકરા બાંધેલા હતા ત્યાં અચાનક ત્રાટક્યો હતો.અને આંટા ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડો અંદર આવીને એક લવારીને ફાડી ખાધી હતી.જ્યારે એક બકરી તથા એક મોટા બકરાને ગાળા ઉપરથી લોહી ચૂસી સ્થળ પર મોત નિપજાવ્યા હતા સવારે ઉઠીને જોતાં દીપડાના પગના નિશાન જોવાતા તથા મૃતુક બકરાઓ જોતાં ગામલોકોમાં ફફડાટ વ્યાપયો હતો.આ અગાઉ લગભગ પંદર દીવસ પહેલા ઊંચાપાણના કસબા ફળીયામાં દીપડો ત્રાટકીને ત્રણ બકરાના મોત નિપજાવ્યા હતા. આમ પંદર દીવસના ગાળામાં બીજી વાર દીપડો રહેણાંક વિસ્તારમાં ફરીથી ત્રાટકતા ગ્રામજનોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. જેથી જંગલખાતું સજાગ બની પશુ હાનીથી હવે માનવજાતી ઉપર ત્રાટકે તે પહેલા આવા જંગલી દીપડાને જબ્બે કરે તેવી માં કરી હતી.

દીપડો માનવજાતને શિકાર બનાવે તે પહેલા વન વિભાગ કાર્યવાહી કરે

બીજી વાર દીપડો વિસ્તારમાં ફરીથી ત્રાટકતા ગ્રામજનોમાં ભય ફેલાયો

ઉચાપણ ગામે દીપડાએ 3 બકરાને ફાડી કાઢયા હતા. તસવીર-મિતેશપટેલ

અન્ય સમાચારો પણ છે...