• Gujarati News
  • National
  • ભેંસાણનાં ખેડૂતે અઢી વિઘામાં કરી સાગની ખેતી, નવતર પ્રયોગ

ભેંસાણનાં ખેડૂતે અઢી વિઘામાં કરી સાગની ખેતી, નવતર પ્રયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનાંસમયમાં પાકમાં ગમે ત્યારે જીવાત કે રોગનાં ઉપદ્રવનાં કારણે કે પછી બિયારણ નબળું આવવાનાં કારણે પાક નિષ્ફળ ગયાનાં સમાચાર છાશવારે છપાતા હોય છે. ત્યારે ભેંસાણનાં ખેડૂતે પોતાની જમીનમાં નવતર પ્રયોગ કરી સાગનાં 1000 રોપાનું અઢી વિઘામાં વાવેતર કર્યું છે અને ટ્રીપ ઇરીગેશન દ્વારા ખાસ પદ્ધતિથી તેની માવજત લઇ રહ્યા છે. જોકે, સાગની ખેતી લાંબા ગાળે ફળ આપે છે. પરંતુ જો તે સફળ રહે તો પછી ખેડૂતની બધી ચિંતા જતી રહે છે અને આજે સાગની ખેતી પર ભાર પણ મૂકવામાં આવે છે.

ભેંસાણનાં વતની ભરતભાઇ ભીખાભાઇ રહાળીયાને તળકાપીપળીયા રોડ પર 80 વિઘા જમીન આવેલી છે. જેમાં તેઓએ અઢી વિઘામાં સાગનાં 1000 રોપા વાવી વાવેતર કર્યું છે. જેમાંથી 700 રોપા તો 8 માસનાં થઇ ગયા છે. જ્યારે બાકીનાં 300 રોપાનું ચોમાસામાં વાવેતર કર્યું હતું. હાલ તેવો સાગની ખેતીનો ખર્ચ અઢી વિઘામાં વાવેલા સાગનાં રોપા વચ્ચે અળદ, મગ વગેરે જેવા કઠોળ વાવી તેના ઉત્પાદનમાંથી કાઢી રહ્યા છે. તેઓએ સાગની માવજત માટે ખાસ ટ્રીપ ઇરીગેશન પ્લાન્ટ પણ લગાવી તેને ટપક પદ્ધતિ દ્વારા માવજત લઇ રહ્યા છે. ત્યારે તેમને સાગની ખેતી થકી સારૂ ઉત્પાદન મળશે તેવી હાલ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ખેતીમાં રૂટીન પાક લેવાનાં બદલેે એક નવી ખેતીની પહેલ કરી છે. જે આવનારા દિવસોમાં બીજા ઘણા ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહેશે. તેવી તેમને પુરી આશા છે.

અન્ય સમાચારો પણ છે...