તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરેલીમાં 6, જાફરાબાદમાં 5 ઇંચ વરસાદ ખાબકયો

અમરેલીમાં 6, જાફરાબાદમાં 5 ઇંચ વરસાદ ખાબકયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા રાજુલામાં અનરાધાર પાંચ ઇંચ

ચોમાસુ તેના અંત ભણી આગળ ધપી રહ્યુ છે તેવા સમયે અમરેલી જિલ્લામા જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ ચોવીસ કલાકમાં જિલ્લાભરમા બે ઇંચથી લઇ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી પાણીની સ્થિતી સર્જાઇ હતી. આજના ભરપુર વરસાદથી પાક ખીલી ઉઠશે. જળાશયોમા પણ નવા પાણીની આવક થઇ છે.

અમરેલી શહેરમાં ગઇ મધરાતથી રવિવાર મોડી સાંજ સુધીમાં ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે શહેરમા ઠેરઠેર નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. ઠેબી નદીમા પુર આવ્યું હતુ. વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ઉપરાંત રાજુલામા પાંચ જાફરાબાદમાં સાડા પાંચ, બગસરામા પાંચ ઇંચ, વડીયા, સાવરકુંડલા, લીલીયા, લાઠીમા ચાર ઇંચ વરસાદ થયો હતો. તો ધારી અને ખાંભામા પણ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો. બાબરા પંથકમા સૌથી ઓછો માત્ર એક ઇંચ વરસાદ થયો હતો. જિલ્લાભરમા સાર્વત્રિક મેઘમહેરને પગલે ખેડૂતો હરખાઇ ઉઠયાં છે. કારણ કે આગામી દિવસોમા પાક ખીલી ઉઠશે અને સિંચાઇ માટે પણ થોડો ફાયદો થશે. જિલ્લાની અનેક નદીઓમા પુર આવ્યા હતા.

લાઠી તાલુકાના મતિરાળામા છેલ્લા ચોવીસ કલાકમા પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતો રાજી થયા છે. માલવીયા પીપરીયા, અલીઉદેપુર સહિતના ગામોમા આવો વરસાદ પડયો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ હતી. વરસાદથી પાકને નવુ જીવન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...