તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોરબંદરમાં ભુર્ગભ ગટરમાં ગેરકાયદે કનેક્શનો દૂર કરો

પોરબંદરમાં ભુર્ગભ ગટરમાં ગેરકાયદે કનેક્શનો દૂર કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેકિંગ વખતે વિગતો બહાર આવી

પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. મેઈન હોલ અને ચેમ્બર સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પોરબંદરના વિરડીપ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભગટરની મેઈન ચેમ્બરમાંથી નગરપાલિકાના પાણીના કનેક્શનો આપવામાં આવ્યા છે અને કોંગ્રેસના આગેવાનોએ બે દિવસ પૂર્વે સ્થાનિક લોકોને સાથે રાખીને ચેકીંગ કર્યું હતું. દરમિયાન ગટરોના ગંદા પાણી પાલિકાની પાણીની પાઈપલાઈનમાં ભળી જતાં વિરડીપ્લોટ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના અધીકારીઓને સ્થળ ઉપર બોલાવીઅને સમગ્ર હકીકત વર્ણવી હતી.

જેને પગલે પાણી પુરવઠા બોર્ડના અધીકારીઓએ એવું જણાવ્યું હતું કે, ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી છે તેમાં નેટવર્કને જોડવાની અને ફ્લોટેકની કામગીરી બાકી હોવા છતાં ગેરકાયદેસર હાઉસ કનેક્શનો મેઈન ચેમ્બરમાં આપી દીધા છે જેને કારણે મેઈન હોલમાં ગટરોના પાણી ભરાઈ ગયા છે. આથી ભૂગર્ભગટરનું કામ કરતી એજન્સીને સ્થળ ઉપર સુચના આપીને 24 કલાકમાં પ્રકારના ગેરકાયદેસર હાઉસ કનેક્શનો સીધા જોડાણ કરેલ છે તેને તાકીદે દૂર કરવા જણાવાયું છે.

શહેરમાં ભુર્ગભ ગટરમાં મોટાપાયે ગેરકાયદેસર કનેકશન હોવાની ફરીયાદો લોકોમાંથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...