તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 2 વાર ગુપ્ત સૂચના, છતાં હુમલો રોકી ના શક્યા

2-2 વાર ગુપ્ત સૂચના, છતાં હુમલો રોકી ના શક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં બે મહિનાથી ચાલુ હિંસા વચ્ચે પાક જાસૂસી એજન્સી આઈએસઆઈ અને આતંકવાદી જૂથોના હુમલાની સુરક્ષા એજન્સીઓને પહેલાથી આશંકા હતી. જાસૂસી તંત્રે ઈદ પર ઉરી અને શ્રીનગરમાં મોટા હુમલાની એલર્ટ ઇશ્યૂ કરી હતી. ઈદ પર કડક સુરક્ષાને કારણે આતંકી કંઇ કરી શક્યા નહોતા. 15 સપ્ટેમ્બરે બીજી વાર ફરી આતંકી હુમલાની એલર્ટ ઇશ્યૂ કરાઇ હતી.તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે ઉરીમાં એલઓસી પર કોઇ ફોરવર્ડ પોસ્ટ કે પેટ્રોલિંગ ટીમ પર પાકિસ્તાની સેનાની બેટ ટીમ હુમલો કરી શકે છે. તે ઉપરાંત એક આત્મઘાતી ટુકડી ત્રણ-ચાર દિવસની અંદર ઘૂસણખોરી કરીને કોઇ સૈન્ય ઠેકાણા કે નાગરિક વિસ્તારમાં મોટા હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે, સૈન્ય અભિયાન મહાનિર્દેશકે કહ્યું હતું કે તમામ ગુપ્ત ચેતવણીઓને ગંભીરતાથી લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...