• Gujarati News
  • National
  • { મોટો સવાલ શું સરકાર મ્યાનમાર જેવી કાર્યવાહી કરશે?

{ મોટો સવાલ - શું સરકાર મ્યાનમાર જેવી કાર્યવાહી કરશે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરના ઉરીમાં સૈન્યપર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો

17 જવાનશહીદ

ચાર આતંકીઓએ 105 મિનિટ રેકી કરી, પછી 3 મિનિટમાં 17 ગ્રેનેડ ઝીંક્યા

પાકિસ્તાનથીઆવેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈન્ય પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સૈન્યના ઉરી બ્રિગેડ હેડક્વાર્ટર પર રવિવારે વહેલી પરોઢે થયેલા હુમલામાં 17 જવાન શહીદ થયા, જેમાંથી 13નાં મોત ટેન્ટમાં લાગેલી આગમાં જીવતા સળગી જવાના કારણે થયા. 32 જવાન ગંભીર રીતે દાઝી ગયા છે. જવાબી કાર્યવાહી સવારે સાડા આઠ વાગ્યા સુધી ચાલી, જે દરમિયાન ચારેય આતંકીઓ માર્યા ગયા. આતંકીઓ કેમ્પથી 6 કિ.મી. દૂર સલામાબાદ નાળાથી ઘૂસ્યા હતા. હુમલાના સ્થળે હાજર એક સૈનિકના જણાવ્યા મુજબ આતંકીઓ 3.30 વાગ્યે કેમ્પની પાછલી દીવાલેથી ઘૂસ્યા. અંદાજે પોણા બે કલાક સુધી નાઇટ વિઝનથી કેમ્પનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ 5.15 વાગ્યે ફ્યુઅલ ટેન્કથી ડીઝલ ભરી રહેલા નિ:શસ્ત્ર જવાનો પર હુમલો કરી દીધો. 3 મિનિટમાં 17 ગ્રેનેડ ઝીંક્યા, જેના કારણે 150 મીટર વિસ્તારમાં ફેલાયેલા ટેન્ટ અને બેરેક્સમાં આગ લાગી ગઇ. ડીઝલ ટેન્કમાં ધડાકો થતાં આતંકીઓ છૂટા પડીને બેરેક્સમાં ઘૂસી ગયા. ત્યાં હાજર 19 વર્ષના ડોગરા જવાને એક આતંકીને મારી નાખ્યો.

અન્ય ત્રણ આતંકી ગંભીર રીતે ઘવાયા હતા. તે જવાનના હેલ્મેટ પર પણ ગોળી વાગી ચૂકી હતી. તેને સાથી જવાનોએ બહાર કાઢ્યો. બેરેક્સ ખાલી હતા. આતંકીઓ ત્યાં સેકન્ડ ફ્લોર સુધી પહોંચી ગયા. બાદમાં હેલિકોપ્ટરથી પહોંચેલા 4 પેરા કમાન્ડોએ બાકીના ત્રણ આતંકીઓને પણ ઠાર કર્યા. આતંકીઓ પાસેથી કબજે લેવાયેલાં શસ્ત્રો તથા માલસામાન પાકિસ્તાની બનાવટના છે. ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું કે આતંકીઓ યુદ્ધ જેવી તૈયારી સાથે આવ્યા હતા. તેમની પાસેથી ચાર એકે-47, ચાર અન્ડર બેરલ ગ્રેનેડ લૉન્ચર અને જંગી પ્રમાણમાં દારૂગોળાનો જથ્થો મળ્યો છે. તેમની પાસે આગ લગાવનારા શસ્ત્રો પણ હતા. 9 મહિના અગાઉ પઠાણકોટ એરબેઝ પર પણ આતંકીઓએ બરાબર રીતે હુમલો કર્યો હતો. 2014માં ઉરીના મોહુરામાં પણ રીતે સૈન્યના કેમ્પને નિશાન બનાવાયો હતો.

ભાસ્કર એક્સપર્ટ

{ લે.જન.સૈયદ અતા હુસનૈ (પૂર્વમાંઉરી બ્રિગેડના કમાન્ડર રહી ચૂક્યા છે) {મેજર જનરલ એસ. એ. રાજદાન (સૈન્યનાઆતંકવાદ વિરોધી યુનિટના પ્રમુખ રહી ચૂક્યા છે)

આતંકીઓ પાસે પશ્તુ ભાષામાં નકશો હતો, ઓફિસર મેસમાં આત્મઘાતી હુમલો કરવાના હતા

આતંકીઓશું કરવા ઇચ્છતા હતા (પશ્તો ભાષામાં બનાવાયેલો એક નક્શો આતંકીઓ પાસેથી મળ્યો છે)

{ નિ:શસ્ત્ર જવાનોને નિશાનો બનાવ્યા.

{ એડમિન એરિયાની નજીક મેડિકલ યુનિટ પર પણ હુમલો કરાયો.

{ પછી ઓફિસરના મેસમાં જઇને પોતાને બ્લાસ્ટ કરવા

કેમ્પમાં 10 ડોગરા રેજિમેન્ટના જવાનોને 6 બિહાર રેજિમેન્ટના જવાનોએ રિલીવ કર્યાં

દિવસોમાંકેમ્પમાં 10 ડોગરા રેજિમેન્ટના જવાનો, 6 બિહાર રેજિમેન્ટના જવાનો રિલીવ કરી રહ્યા છે. સમયે ડોગરા રેજિમેન્ટના કેટલાક જવાનો તંબુમાં આરામ કરી રહ્યા હતા. આતંકીઓને પહેલાથી ડ્યુટી બદલાવાના સમયની જાણ હતી. સમયે તે પરિસ્થિતિ સમજી રહ્યા હતા. જ્યારે જતા લોકોનું ધ્યાન પોતાના રિપ્લેસમેન્ટ પર રહેતું. એમ પણ બની શકે છે કે બેઝમાં હાજર કોઇ વ્યક્તિએ સૂચના આતંકીઓ સુધી પહોંચાડી હોય.

જ્યારે હુમલો થયો ત્યારે કેમ્પમાં 3500થી 4000 જવાનો અને અધિકારીઓ હાજર હતા

હુમલોથયો ત્યારે કેમ્પમાં 3500થી 4000 જવાનો હાજર હતા. સૈન્યમાં 2.30 વાગે રસોડામાં કામ શરૂ થઇ જાય છે. કુક અને જે જવાનોની જમવાનું બનાવાની ડ્યુટી હતી તે રસોડામાં કામ કરી રહ્યા હતા. તેમના સિવાયના કેટલાક જવાનો આરામ કરી રહ્યા હતા. હુમલા પછી ગોળીબારના અવાજના કારણે બધા હુમલા સ્થળ તરફ દોડ્યા.

7-45 વાગે

{કમાન્ડોએ 3 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

7-12 વાગે

{પેરા કમાન્ડોને હુમલાના સ્થળે બોલાવવામાં આવ્યા. તેમને હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યા.

5-19 વાગે

{સૈન્ય તરફથી વળતો હુમલો શરૂ થયો. એક આતંકીને ઘટનાસ્થળે મોતને ઘાટ ઉતારી દેવાયો. ત્રણ આતંકીઓએ ખાલી બેરેક્સમાં પોઝિશન લીધી.

5-15 વાગે

{ફ્યુઅલ ટેન્કથી ડીઝલ ભરી રહેલા સૈન્યના જવાનો પર હુમલો કર્યો. 150 મીટર વિસ્તારમાં આવેલા ટેન્ટ અને બેરેક્સમાં આગ લાગી ગઇ.

3-30 વાગે (વહેલી સવારે)

{ઉરીમાં 10મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેડક્વાર્ટરની પાછળની દીવાલને અડીને આવેલા નાળાના માર્ગે ચાર આતંકી કેમ્પની અંદર ઘૂસ્યા.

8-30 વાગે

{મિશન એકમપ્લિશ્ડ...

હુમલાના 5 કલાક

કેમ્પના 150 મીટરના વિસ્તારમાં આગ, 13 જવાનો જીવતા ભૂંજાયા

જમ્મુ-કાશ્મીર

પીઓકે

એલઓસી

શ્રીનગર

બારામુલા

ઉરી

અન્ય સમાચારો પણ છે...