તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કપરાડા તાલુકાની બેંકોમાં રોકડ રકમના ફાંફા, ગ્રાહકો પરેશાન

કપરાડા તાલુકાની બેંકોમાં રોકડ રકમના ફાંફા, ગ્રાહકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડાતાલુકામાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 2.58ની લાખની થવા જઇ છે. જેની સામે નાનાપોંઢા ખાતે SBI, બરોડા ગ્રામીણ બેંક હાલે કાર્યરત છે એજ રીતે કપરાડા ખાતે SBI, બરોડા બેન્ક અને ગ્રામીણ બેંક કાર્યરત છે જ્યારે સુથારપાડા ખાતે એકમાત્ર બરોડા ગ્રામિણ બેંક કાર્યરત છે.

વલસાડની જેમ નાનાપોંઢા કપરાડા અને સુથારપાડાની બેંકોમાં પુરતા પ્રમાણમાં પ્રતિદિન અને નિયમિત કેશ નહિ મોકલવાનો પરિણામે છેલ્લા 10 દિવસથી ગ્રાહકોનો સમય અને ખર્ચ વેડફાઇ રહ્યો છે. એક ઉદાહરણ જોઇએ તો માલુંગી, દહીંખેડ, વારોલી જંગલ થી ગ્રાહકો નાનાપોંઢા અથવા કપરાડાની બેંકોમાં આવે છે તો તેમનો આખો દિવસ બેંકની કામકાજમાં નિકળી જાય છે. સાથે 150 થી 200 રૂપિયા જેટલું આવાગમનનું ભાડું થાય છે. જો તેમને લાઇનમાં રહેવા છતાં નાણાં મળે તો પ્રતિદિન 150 થી 200 રૂપિયાનો ખર્ચ માથે પડે છે. ઉપરાંત વિસ્તારના 60% લોકો વાપી અને સેલવાસ GIDC માં કામ અર્થે જતાં હોય આશરે 4૦૦ રૂપિયા જેટલો એમનો રોજ પણ વે઼ડફાય છે. જોતા પ્રતિદિન એજ ગ્રાહકની વાત કરીએ તો 500 થી 600 જેટલો ખર્ચ ગ્રાહકના માથે પડી રહ્યો છે. બેંકના ગ્રાહકો સુનિલ ખરટ તથા રમેશ ભરસટ જણાવે છે કે, છેલ્લા 10 દિવસોથી ઉપરોક્ત તમામ બેંકોમાં ATM બંધ છે અથવા તો સર્વર ડાઉન થઇ જાય છે. કેશ નથી એવો ઉડાવ જવાબ આપી ગ્રાહકોને પરત રવાના કરી રહ્યા છે. જેને લઇ એક રીતે જોઇએ તો સમગ્ર તાલુકામાં અંધાધુંધી જેવું હાલે જોવા મળી રહ્યું છે. ત્યારે સરકારે નાનાપોંઢા, કપરાડા અને સુથારપાડા ખાતે મોટા પ્રમાણમાં રૂપિયા ૫૦૦ના દરની અને રૂપિયા ૧૦૦ ના દરની ચલણી નોટો મોકલવી જોઇએ.

તાલુકાની 2.58 લાખની વસ્તીનું અર્થતંત્ર ખોરવાઇ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...