તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર અપાઇ

ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનાપીપાવાવ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અનેક સાવજો જુદાજુદા ગૃપમા રહે છે. સાવજોના ગૃપમા અન્ય ગૃપના સિંહ કે સિંહણ આવી જાય તો અચુક લડાઇ જામે. ત્યારે પીપાવાવના ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમા પણ આવી એક ઘટના બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. અંગે વનવિભાગને જાણ થતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી ગઇ હતી.

સિંહણ બાવળની કાટમા હોય તેનુ રેસ્કયુ કરવુ મુશ્કેલીભર્યુ કામ હતુ. પ્રથમ વનવિભાગે સિંહણને પકડવા અહી પાંજરૂ ગોઠવ્યું પરંતુ સિંહણ પાંજરે સપડાઇ હતી. બાદમાં સિંહણને બેભાન કરી પાંજરે પુરવામા આવી હતી. બાદમાં સિંહણની સારવાર શરૂ કરવામા આવી હતી.સિંહણનુ પુછડુ કપાઇ ગયુ હોય તેમજ પગના પંજામા પણ ગંભીર ઇજા પહોંચી હોય સિંહણને જાફરાબાદના બાબરીયાકોટ નર્સરી ખાતે ખસેડવામા આવી હતી.

વનતંત્ર દ્વારા 3 દિવસ રેસ્કયુ કરી

પીપાવાવનાં ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમાંથી પાંજરે પુરાઇ : સારવાર બાદ જંગલમાં મુક્ત કરાઇ

અન્ય સમાચારો પણ છે...