તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CBSE ધો. 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર અપાશે

CBSE ધો. 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ નેટવર્ક | નવી દિલ્હી

કેન્દ્રિયમાધ્યમિક શિક્ષણ બોર્ડે વખતે પરીક્ષા પરિણામ સાથે ધોરણ-12 પાસ કરેલાં વિદ્યાર્થીઓને ડિજીટલ લોકર આપશે. સીબીએસઇના ચેરમેન આરકે ચતુર્વેદીએ જણાવ્યું કે ‘પરિણામ મંજૂષા’ લોન્ચ કરવામાં આવશે.

હવે 2017માં બોર્ડ માંથી પાસ થયેલાં વિદ્યાર્થીના ડેટા તેમના આધાર કાર્ડની ઇમેજ તરીકે મળશે. તેમા સારી વાત હશે કે માર્કશીટ, ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ તથા અન્ય શૈક્ષણિક દસ્તાવેજ ગુમ થતા વિદ્યાર્થીઓમાં તેને બનાવાની ઉતાવળ નહીં હોય. તે પોતાનાં આધારકાર્ડના કોડથી પોતાનાં એજ્યુકેશનલ સર્ટિફિકેટની ઇમેજ દુનિયાના કોઇપણ ખૂણેથી મોકલી શકસે.

ડિજીટલ લોકર અને વિદ્યાર્થીઓના બધો ડેટા ડિજીટલાઇજ્ડ કરનારા આઇટી વિભાગના પ્રમુખ અંતરિક્ષ જૌહરીનું કહેવુ છે કે, બોર્ડ તરફથી ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના વિસ્તારમાં ખૂબજ ક્રાંતિકારી પગલું છે. ભારત સરકારની નેશનલ ગવર્નસે ડિજીટલાઇજેશનનો ઝુંબેશ સાર્થક કરવામાં મહત્વપૂર્ણ છે.

શું ખાસ વાત છે

{ બોર્ડ દ્વારા ધોરણ-10 તથા 12ના 25થી 27 લાખ વિદ્યાર્થીઓ પાસ થાય છે. તેનાથી સેન્ટ્રલાઇઝ્ડ એકેડમીક ડેટા તૈયાર થઇ શકસે.

{ કોલેજોમાં પ્ર‌ેશ સમયે વિદ્યાર્થીઓ પાસે ઓરિજનલ ડોક્યુમેન્ટ નહીં હોયતો ડિજીટલ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. જો તે પછી ઓનલાઇન વેરિફિકેશન ફી ભરીને કેટલાંય કલાકમાં ઇમેઇલ મળશે. કેટલાંય દિવસ સુધી રાહ જોવી નહીં પડે. વેરિફાઇડ ઇમેઇલ વિદ્યાર્થી તથા સંસ્થા બંન્નેને મળશે. જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે દસ્તાવેજોની તપાસ થઇ ચૂકી છે.

{ ડિજીટલ લોકરમાં માર્કશીટ, પાસિંગ સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ ઉપલબ્ધ હશે. તે માર્કશીટપર બોર્ડના એક્ઝામિનેશન કન્ટ્રોલરના ડિજીટલ હસ્તાક્ષર હશે.

{ જો એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ ગુમ થઇ જાય તો વિદ્યાર્થી પોતાનાં ડિજીટલ લોકરના ક્યુઆર કોડથી તેને ખોલીને ડોક્યુમેન્ટની પ્રિન્ટનો ઉપયોગ કરી શકસે. તેનાથી રિજનલ ઓફિસમાં ડુપ્લિકેટ માર્કશીટ તથા ડોક્યુમેન્ટની ભીડ ઓછી થશે.

ભાસ્કર વિશેષ

અન્ય સમાચારો પણ છે...