તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્યારે ક્યૂબા બ્લેડ બનાવવા લાગશે ત્યારે દાઢી કરીશ

જ્યારે ક્યૂબા બ્લેડ બનાવવા લાગશે ત્યારે દાઢી કરીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૈન્ય ગણવેશ, સિગાર અને લાંબી દાઢીથી દુનિયાભરમાં ઓળખાતા હતા ફિદેલ કાસ્ત્રો

એજન્સી.હવાના

ફિદેલકાસ્ત્રો. સૈન્ય ગણવેશ, લાંબી દાઢી અને હાથમાં સિગાર તેમના વ્યક્તિત્વની ઓળખ હતી. અમેરિકાથી માત્ર 90 માઇલ દૂર આવેલા નાના એવા દેશ ક્યૂબાનો કમ્યૂનિસ્ટ શાસક. અમેરિકા તરફી લશ્કરી તાનાશાહ ફુલખેંશિયો બતિસ્તાને 7 વર્ષના લાંબા સંઘર્ષ બાદ સત્તા પરથી હટાવ્યા. 1959માં અમેરિકી મહાદ્વીપમાં પહેલી કમ્યૂનિસ્ટ સરકાર બનાવી. 5 દાયકાથી વધુ સમય સુધી સત્તા સંભાળી. તેઓ થાઇલેન્ડના મહારાજા ભૂમિબલ અતુલ્યતેજ અને બ્રિટિશ મહારાણી એલિઝાબેથ બાદ સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા શાસક છે. 2006માં નાદુરસ્ત તબિયતના કારણે ભાઇ રાઉલ કાસ્ત્રોને સત્તા સોંપી દીધી. પોતાના શાસનમાં કાસ્ત્રોએ 11 અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથે બાથ ભીડી. શીતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘની પરમાણુ મિસાઇલોને પોતાના દેશમાં તૈનાત કરવાની મંજૂરી આપી દીધી. જોકે, બાદમાં સોવિયેત સંઘે મિસાઇલો તૈનાત કરી. ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દોસ્તીનો સંદેશ લઇને ક્યૂબા પહોંચ્યા. તેઓ 1950 બાદ ક્યૂબા જનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ઓબામાએ ક્યૂબા પર લાગેલો વ્યાપાર પ્રતિબંધ પણ હટાવી દીધો. તેમ છતાં કાસ્ત્રોએ ઓબામા સાથે મુલુકાત કરી. કહ્યું કે ક્યૂબાને અમેરિકા પાસેથી કંઇ નથી જોઇતું.

જો તમને પોતાનામાં વિશ્વાસ છે તો એનો જરાય કોઇ અર્થ નથી કે તમે કેટલા નાના છો.

1959ની ક્યુબા ક્રાંતિ પછી કાસ્ત્રોના શબ્દ

} કોસ્ત્રો લેટિન અમેરિકાના ગોડફાધર બન્યા અને અમેરિકા વિરોધીગજૂથના મુખ્ય સભ્ય.

} ઓબામા પછી વેનેજુએલા રાષ્ટ્રપતિ ક્યૂબા ગયા. તેમની સાથે છેલ્લો ફોટો.

} ચે ગ્વેરા સાથે સિગાર પીતા. ગ્વેરા કાસ્ત્રો ગેરિલા યુદ્ધના રણનીતિકાર હતાં.

} જિદ : 1962માં અમેરિકા સામે મિસાઇલ તાકી

1962માંશીત યુદ્ધ સમયે ફિદેલ કાસ્ત્રો સોવિયેત સંઘને પોતાની સરહદમાં અમેરિકા વિરુદ્ધ મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી દુનિયાને આશ્ચર્યચકીત કરી હતી. કાસ્ત્રોના પગલાંએ દુનિયાને પરમાણુ યુદ્ધ પર લાવી દીધુ હતું. મોસ્કોએ અમેરિકા સામે માત્ર 144 કિલોમીટર દૂર આવેલાં આઇલેન્ડ પર મિસાઇલ ગોઠવવાની મંજૂરી આપી હતી.

} દુશ્મની : 11 અમેરિકન પ્રેસિડેન્ટ સામે ટક્કર લીધી, ક્યારેય તૂટ્યા નહીં

અમેરિકાનાક્યૂબા પર આર્થિક પ્રતિંબધ લાગ્યો હતો. પરંતુ ક્યારેય અમેરિકા સામે ઝૂક્યા નહીં. તેમણે આઇજેનહાવરથી લઇને ક્લિન્ટન સુધી 11 અમેરિકન રાષ્ટ્રપતિઓ સામે બાથ ભીડી. જ્યોર્જ બુશનો વિરોધ પણ સહન કર્યો. થોડા સમય પેહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઓભામા ક્યૂબા ગયા હતાં.

} મિત્રતા : આર્જેન્ટિનાના ચે ગ્વેરાએને ક્યૂબાના ઉદ્યોગ મંત્રી બનાવાયા

અમેરિકાનાવિરોધી અને આર્જેન્ટિનાના સર્જન ચે ગ્વેરાન મિત્રતાના કિસ્સા સામાન્ય છે. ચે ગ્વેરા કાસ્ત્રોની મિત્રતામાં મળ્યા હતાં. ગોરિલા યુદ્ધની ટ્રેનિંગ ચે ગ્વેરાએ આપી હતીં. ક્યુબાના વડાપ્રધાન બનવા પર કાસ્ત્રોએ 33 વર્ષના ચે ગ્વેરાને ઉદ્યોગ મંત્રી બનાવ્યા. પરંતુ પછી લેટિન અમેરિકામાં ક્રાંતિનો સંદેશ પહોંચાડવા માટે જંગલોમાં ચાલ્યા ગયા હતાં.

 સંઘર્ષ

81લોકો સાથે ક્રાંતિનું બ્યૂગલ ફૂંક્યું

1952માંફુલખેંશિયો બતિસ્તાએ લશ્કરી બળવો કરીને દેશની સત્તા પર કબજો જમાવી દીધો. બતિસ્તા અમેરિકી સમર્થક હતો. કાસ્ત્રોએ તેમને હટાવવા માટે મૂવમેન્ટ નામની સંસ્થા શરૂ કરી. 1953માં એક સૈન્ય બેરેક પર હુમલો કર્યો પણ કાસ્ત્રોની ધરપકડ કરી લેવાઇ. 15 વર્ષની સજા થઇ પણ 19 મહિના બાદ મુક્ત થયા. કાસ્ત્રો મેક્સિકો ચાલ્યા ગયા. 1956માં 81 સાથીઓ સાથે પાછા ફર્યા. બતિસ્તા વિરુદ્ધ ગેરીલા યુદ્ધ છેડ્યું. 1959માં બતિસ્તાને હટાવી ક્યૂબામાં સામ્યવાદી શાસન સ્થાપ્યું.

શત્રુઓ પાસેથી જાણો ફિદેલ કાસ્ત્રોને

સેંટિયાગોની કેથોલિક સ્કૂલોમાં સ્કૂલનું ભણતર પુરું કર્યું. 1940માં હવાના યુનિવર્સિટીમાં લો થી ગ્રેજ્યુએટ. વકીલ બન્યા. ત્યાર પછી કાસ્ત્રો રાજકીય કાર્યકર બન્યા.

1985 : ઓચિંતા સિગાર છોડી દીધી. કહ્યું - સ્વાસ્થ્ય માટે આંદોલન છે. બોક્સ સાથે એક સૌથી સારી વાત છે કે તમે આને પોતાના દુશ્મનને પણ આપી શકો છો.

1961માં અમેરિકી એજન્સી સીઆઇએએ સત્તાએથી ઉથલાવવા માટે બે ઓફ પિગ અભિયાન શરૂ કર્યું. કાસ્ત્રો બોટમાં બેસીને પડકાર ફેંકતા હતા કે મારવાની હિંમત છે તો મારી નાખો.

1948માં ધનિક નેતાની પુત્રી મિર્તા ડિયાઝ બાલાર્ટ સાથે લગ્ન કર્યાં. દરમિયાનમાં કાસ્ત્રોને જેલમાં જવું પડ્યું. જેલમાંથી મિર્તાને છૂટાછેડા આપી દીધા અને માર્ક્સવાદનો માર્ગ અપનાવ્યો.

12 વર્ષની વયે અમેરિકી રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને પત્ર લખ્યો. કહ્યું, તમે મને 10 ડોલરની નોટ મોકલી દો. મેં તેને જોઇ નથી. તમારો મિત્ર ફિદેલ કાસ્ત્રો.

12 વર્ષની વયે અમેરિકી રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, પોતાના મિત્રને 10 ડોલર નહીં મોકલો

કાસ્ત્રોને 11 અમેરિકી રાષ્ટ્રપતિ પણ ઝૂકાવી શક્યા

ઓબામા મૈત્રી કરવા ક્યૂબા પહોંચ્યા, તેમ છતાં મળ્યા

{ કાસ્ત્રોની દાઢી તેમની ઓળખ હતી. 1959માં તેમણે જણાવ્યું હતું કે હું દાઢી કાપી શકું, મને તેની આદત પડી ગઈ છે. અને મારી દાઢી દેશ માટે મહત્વની છે.

{ તેઓ કહેતા હતા કે જો તમે રોજ 15 મિનિટ દાઢી કરતા હો તો વર્ષમાં 5 હજાર મિનિટ હું આટલો સમય બરબાદ કરી શકું.

{ જ્યારે ક્યુબા પોતે બ્લેડ બનાવવા જેટલું વિકસીત થઈ જશે ત્યારે હું દાઢી કરીશ

અન્ય સમાચારો પણ છે...