તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાંધઈ ગામે પિતૃઓને મોક્ષાર્થે ભાગવત કથા નું આયોજન

નાંધઈ ગામે પિતૃઓને મોક્ષાર્થે ભાગવત કથા નું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ| ખેરગામતાલુકાના નાધઈ ગામે આવેલા રામેશ્વર મંદિર ખાતે તા,૨૯ નવેમ્બરથી કથાકાર ભાસ્કરભાઈ દવેના સાનિધ્યમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.પિતૃઓના મોક્ષાર્થે આયોજિત ભાગવત કથાની પોથીયાત્રા 29મીએ મંગળવારે સાંજે ચંદુભાઈ નાનાભાઈ પટેલના નિવાસસ્થાનેથી સંગીતમય સુરાવલી કળશધારી બહેનો તથા ભજન મંડળના સથવારે નીકળી કથા સ્થળે પહોચશે,કથામાં આવતા ઉત્સવોની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે.દરરોજ સાંજે 7-30 થી રાતે 10 વાગ્યા દરમ્યાન ચાલનારી ભાગવત કથામાં દરરોજ પીતૃ પ્રાર્થના કરાશે.આ અંગે વધુ માહિતી આપતા કથાકાર ભાસ્કર દવેએ જનાવ્વ્યું કે ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનને શાંતિ મળે છે,જેથી નાધઈ ગામે યોજાનારી કથાનો લાભ લેવા ભક્તો પધારે,સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે યોજાનારી કથાનું પુણ્ય છેલ્લા દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...