તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટી નોટ બંધ થતાં નાનાપોંઢામાં શાકભાજીના વેપારીઓ મુશ્કેલીમાં

મોટી નોટ બંધ થતાં નાનાપોંઢામાં શાકભાજીના વેપારીઓ મુશ્કેલીમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.500 અને 1000ના દરની નોટો ચલણમાંથી રદ કરી દીધા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમા પડી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકાના અર્થતંત્રને પણ ગંભીર અસર થવા પામી હોય તેમ મહત્તમ શાકભાજી ઉગાડતા ખેડૂતો બાગાયત પાકો લેતા ખેડૂતો અને છુટક શાકભાજીનું લે-વેચ કરતા વેપારીઓનું અર્થતંત્ર સદંતર ઠપ થઇ જતાં તેની સીધી અસર કપરાડા તાલુકાના અર્તતંત્ર પર પડી છે. તાલુકાના સૌથી મોટા માર્કેટયાડ કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે સામાન્ય દિવસોમાં 30થી 40 લાખના શાકભાજીનું ટર્નઓવર થાય છે, જે 8 નવેમ્બરથી ઘટીને હાલે 15 થી 20 લાખ જેટલું નીચુ રહ્યું છે.

બીજી તરફ ભાસ્કરે નાનાપોંઢા શાકભાજી માર્કેટની મુલાકાત લેતા વેપારીઓએ જણાવ્યું કે શાકભાજીની આવક તો ઘટી છે પરંતુ સાથેસાથ હાલે બજારમાં રૂ.100 અને 50ના દરની ચલણી નોટો હોવાને લઇ ગ્રાહકો શાકભાજી ખરીદવા આવતા હોવા છતાં ના પાડવાની ફરજ પડી રહી છે. શાકભાજી ખરીદવા આવેલ ગ્રાહકોએ એમ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને નાથવા ભલે 500 અને 1000ના દરની નોટો બંધ કરી દીધી હોય પરંતુ તેની અવેજીમાં પૂરતા પ્રમાણમાં નાણાં અને 100 અને 500ના દરની નોટો ઉપલબ્ધ કરાવવી જોઇતી હતી.

જે થતાં અમને ઘર ચલાવવું પણ મુશ્કેલભર્યું બની રહ્યું છે.

બોક્ષ- સુરેશભાઇ એન. ગાંવિત શાકભાજી વેપારી દિવ્યભાસ્કરને જણાવ્યું કે સામાન્ય દિવસોની સરખામણીમાં નવેમ્બરથી અત્યાર સુધી ૬૦ થી ૭૦ ટકા જેટલો ઘટાડો શાકભાજીના વેચાણ માં થયો છે જેણે લઇ અમે પણ જથ્થાબંધ વેપારીઓ પાસેથી ઓછો માલ ખરીદીએ છીએ. સરવાળે સામાન્ય દિવસોની જેમ વેચાણપુર બહાર લાવવું હોય તો તાત્કાલિક ધોરણે ૫૦૦ અને ૧૦૦૦ ના દરની નોટો આવવી જોઇએ.

બોક્ષ- ગીતાબેન જનાડીયા શાકભાજી વેપારી અમે જથ્થાબંધ વેપારી પાસેથી શાકભાજી ખરીદીએ છીએ. પરંતુ વેપારીઓ પાસે ૫૦૦ના દરની નોટો હોય અમારે નાછુટક લંબછંમ ખરીદવાની ફરજ પડે છે. પરંતું ગ્રાહકો અત્યારે અંત્યંત ઘટી ગયા હોય અમને આર્થિક રીતે નુકશાન પણ થઇ રહ્યું છે.

સામાન્ય દિવસોમાં 30થી 40 લાખના શાકભાજીનું ટર્નઓવર થાય છે

50 અને 100ની નોટ હોવાથી ગ્રાહકોને ના પાડવી પડે છેઅન્ય સમાચારો પણ છે...