તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રમુખ પદ સંભાળતા શિવપાલે રામગોપાલના ભાણિયાને તગેડ્યો

પ્રમુખ પદ સંભાળતા શિવપાલે રામગોપાલના ભાણિયાને તગેડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવિંદ યાદવ પર મુલાયમ સિંહ વિરુદ્ધ નિવેદન આપવાનો આરોપ


સમાજવાદીપાર્ટીના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભા‌તા શિવપાલ યાદવે રવિવારે પાર્ટી મહા સચિવ રામ ગોપાલના ભાણિયા અરવિંદ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાં થી તગેડી મૂક્યો હતો. એક દિવસ પહેલા તેમણે અખિલેશ ની નજીકના લોકોને હોદ્દા પરથી હટાવ્યા હતા. રામગોપાલ યાદવ સપામાં થયેલા વિખવાદમાં અખિલેશની પડખે હતા.

અરવિંદ યાદવ પર પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ વિરુદ્ધ નિવેદનબાજી કરવાનો, જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા જેવા આરોપ છે. તે મૈનપુરીથી વિધાન પરિષદના સભ્ય છે. મૈનપુરીના સપા કાર્યકર્તા ચાંદગી રામ પ્રધાનને પણ વર્ષ માટે પાર્ટીથી બરતરફ કરાયા છે. અરવિદે પોતાના ખુલાસામાં કહ્યું હતું કે‘શિવપાલ પાર્ટી પ્રદેશ પ્રમુખ છે. તેમને કાર્યવાહીનો હક છે. તેને સમાજવાદી પાર્ટી સાથે જોડો પરિવાર સાથે નહીં, મારી સામે લગાવેલા આરોપમાં સચ્ચાઇ નથી.

શિવપાલ આજે પાર્ટી કાર્યકર્તાઓને પણ મળ્યા હતા. તેમણે કહ્યું પાર્ટીમાં જૂથવાદ થવો જોઇએ.પહેલા સપા, પછી નેતાજી અન પછી સીએમના સૂત્રો પોકારાવા જોઇએ.

શિવપાલને બલીનો બકરો બનાવ્યો: માયાવતી

બીએસપીપ્રમુખ માયાવતીએ યાદવ પરિવારમાં થયેલા વિખવાદને નાટક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પરાજયના દોષનો ટોપલો પોતાના દીકરાના માથે ફૂટતો બચાવા માટે મુલાયમે ભાઇને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા છે.’ પુત્રની ઇમેજને વધુ ખરાબથી બચાવવા માટે સમગ્ર નાટક રચવામાં આવ્યુ છે.તેની સ્ક્રિપ્ટ પહેલાથી તૈયાર હતી.

કોંગ્રેસનીખાટ તો જનતાએ ઊભી કરી દીધી

અમેઠીમાંકેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રવિવારે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો હતો. કહ્યું હતું કે,‘કોંગ્રેસનો ખાટલો તો જનતાએ ઊભો કરી દીધો છે. જે સાઇકલના ભરોસે કોંગ્રેસ પાંચ વર્ષ સત્તા માં રહી હતી, તેને આજે પંચર ગણાવી રહી છે. ચૂંટણી પહેલા તેમણે જનતાને જે વચનો આપ્યા હતા, પહેલા તેમને પૂરા કરે.યાદવ પરિવારના વિખવાદ વિશે તેમણે કહ્યું હતું કે,‘કાકા-ભત્રીજાની લડાઈમાં ઉત્તરપ્રદેશની જનતા ભિંસાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...