તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આઇડીએસ અને સરવે મળી બે દિવસમાં 44 કરોડનું ડિસ્કલોઝર

આઇડીએસ અને સરવે મળી બે દિવસમાં 44 કરોડનું ડિસ્કલોઝર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IT સરવે : સુરતમાં વેસુની બિલ્ડર ફર્મનું 18 કરોડ રૂપિયાનું ડિસ્કલોઝર

આયકરવિભાગની રેન્જ 6ની ટીમે હાથ ધરેલા સરવેમાં વેસુની બિલ્ડર ફર્મની રૂપિયા 18 કરોડની બેનામી આવક મળી આવી હતી. આમ માત્ર બે દિવસમાં આઇડીએસ અને સર્વે મળી કુલ 44 કરોડની બેનામી આવક બહાર આવવા પામી હતી. તરફ વરાછાના પ્લાય વુડ મર્ચન્ટને ત્યાં આઇટીની તપાસ યથાવત છે.

આયકર વિભાગની રેન્જ 6ની ટીમે બે દિવસ અગાઉ વેસુના ડી.એમ ઇનફ્રાના બિલ્ડરના ત્યાં સરવે હાથ ધર્યો હતો.

બે દિવસથી ડી.એમ ઇનફ્રા ના ત્યાં આઇટીની ટીમે તળિયાઝાટક તપાસ શરૂ કરી હતી. દરમિયાન સરવેમાં રવિવારે વેસુના ડી.એમ. ઇનફ્રા ના બિલ્ડરના ત્યાંથી રૂપિયા 18 કરોડની બેનામી આવક મળી આવી હતી. શનિવારે સરવેના રૂપિયા 18.50 કરોડ અને આઇડીએસમાં 7.50 કરોડ મળી એક દિવસમાં રૂપિયા 26 કરોડનું ડિસ્કલોઝર થયું હતું. રવિવારે વેસુના બિલ્ડર ફર્મના ત્યાંથી રૂપિયા 18 કરોડનું કાળું નાણું મળી આવતાં બે દિવસમાં રૂપિયા 44 કરોડની બેનામી આવક બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...