તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જુઓ, નોટબંધીના 18 દિવસ બાદ બજારની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ

જુઓ, નોટબંધીના 18 દિવસ બાદ બજારની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા | મુંબઇ/નવી દિલ્હી

500અને 1000ની જૂની નોટો બંધ થયા બાદ ચૂકવણીની રીતે ઝડપભેર બદલાઇ ગઇ છે. શરૂઆતના દિવસોમાં અફરા-તફરી બાદ હવે લોકોના હાથમાં વધુ નાણા આવી રહ્યા છે. રિટેલ સ્ટોર્સ અને મૉલમાં 20 નવેમ્બર બાદ લોકોની સંખ્યા ફરી વધી છે. ડિજિટલ પેમેન્ટ બે ગણાથી વધુ થઇ રહ્યા છે, 50 ટકાથી વધુ એટીએમ રીકેલીબ્રેટ થઇ ચૂક્યા છે. તેની અસર બજારમાં પણ દેખાઇ રહી છે. મૉલ-રિટેલ સ્ટોર્સ ઉપરાંત રેડીમેડ ગાર્મેન્ટ-કાપડ સેક્ટર, મોબાઇલ હેન્ડસેટ, ઇ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં સ્થિતિ ઝડપભેર સામાન્ય થવા ભણી આગળ વધી રહી છે. નોટબંધી બાદ શરૂઆતના અઠવાડિયામાં ગ્રાહક માંગ સાવ ગગડી ગઇ હતી જ્યારે હવે ઘણા સેક્ટર 80 ટકા સુધી રિવાઇવ થઇ ચૂક્યા છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે 1 ડિસેમ્બર પછી ઘણી બેંકો લોન દર ઘટાડવાની ઘોષણા કરશે તે પછી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા બાદ સ્થિતિ હજુ સુધરશે. ઘર ખરીદવા તથા અન્ય કામો માટે હજુ લોન રેટ ઘટવાની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ ગામો અને નાના વેપારીઓની ઉધારી ત્રણ ગણી સુધી વધી ગઇ છે જ્યારે થાપણોના દરોમાં ઘટાડા બાદ પેન્શનરોની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. અંદાજે 90 ટકા લોકો ડેબિટ કાર્ડ એટીએમમાંથી નાણા ઉપાડવા માટે વાપરતા હતા પણ હવે ઝડપભેર કાર્ડધારકો કાર્ડ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરતા થયા છે. એટલું નહીં, જે ઇ-કોમર્સ કંપનીઓનું 80 ટકાથી વધુ વેચાણ રોકડમાં હતું તે પણ કૅશ ઓન ડિલિવરીના બદલે કાર્ડ ઓન ડિલિવરી પર આવી ગઇ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ના એમડી અને સીઇઓ એ. પી. હોતાના જણાવ્યાનુસાર દિવસે દિવસે સ્થિતિ સુધરી રહી છે. રુપે કાર્ડથી ચૂકવણી ત્રણ ગણી અને ઇ-કોમર્સ, મોબાઇલ અને આધાર કાર્ડ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા બિલ પેમેન્ટ બેથી ત્રણ ગણું વધી ચૂક્યું છે. તે રીતે ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતા પાઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનથી ચૂકવણી પણ ત્રણ ગણી વધી ગઇ છે. દેશમાં 14 લાખ પીઓએસ મશીન છે, જેમાંથી અંદાજે ત્રણથી ચાર લાખ મશીન એવા હતા કે જે એકવાર વપરાયા બાદ સાવ ઠપ પડી રહ્યા હતા પણ હવે તેમનો ઉપયોગ પણ વધી રહ્યો છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સીનિયર ફેલો રાજીવ કુમારે કહ્યું કે આટલા દિવસોમાં બે બાબત હકારાત્મક થઇ છે. એનસીઆરના મૉલ્સ વગેરેમાં ફરીથી લોકોની અવરજવર વધી રહી છે. રવી પાકની વાવણીના જે આંકડા આવ્યા છે તે સામાન્ય છે.

કાર્ડ ઑન ડિલિવરી 3ગણી વધી

આઠનવેમ્બર પહેલા સુધી ઈ-કોમર્સ કંપનીઓના સેલમાં 80 ટકા કરતા વધારે ભાગીદારી કેશઓન ડિલીવરીની હતી. પ્રારંભિક સપ્તાહમાં કંપનીઓના ઓર્ડર પર વિપરિત અસર પડી હતી. એક અઠવાડિયા બાદ ઝડપી પરિવર્તન કરતા કંપનીઓ કેશ ઓન ડિલીવરી થી કાર્ડ ઓન ડિલીવરી પર આવી ગઇ હતી. પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચેરમેન નવીન સૂર્યા અનુસાર કેશ સપ્લાય વધતા અને ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કાર્ડ ઓન ડિલીવરી શરૂ કરાતા વેચાણ ત્રણ ગણુ વધ્યુ છે.

મોબાઇલમાં ઘરાકીપાછી ફરી

દરમહીને 2.2 કરોડ હેન્ડસેટ વાળી ઇન્ડસ્ટ્રીમાં વિભિન્ન કંપનીઓનું વેચાણ 90 ટકા કથળ્યુ હતું. પણ 20 નવેમ્બર બાદ આજ સુધી કંપનીઓનું વેચાણમાં સામાન્યની તુલનામાં 80 થી 85 ટકા સુધી રિકવરી જોવા મળી છે. જિયોની ઇન્ડસ્ટ્રીના કન્ટ્રી સીઈઓ અરવિંદ રજનીશ વોહરાએ કહ્યું હતું કે જ્યાં સુધી મારી કંપનીની વાત છે તો હાલ અમે સામાન્ય વેચાણની તુલનામાં 10 થી 15લ ટકા ઓછું છે. નાના શહેરો અને સસ્તા હેન્ડસેટ માર્કેટમાં હાલ થોડી તકલીફ છે.

ગારમેન્ટમાં 80ટકા રિકવરી

શરૂઆતમાંવેપાર લગભગ સૂનો રહ્યો પણ ધીમે-ધીમે બજાર વધ્યુ. શિયાળો વધતા અને લગ્નની સીઝનને કારણે કપડા અને રેડીમેડ ગાર્મેન્ટના માર્કેટમાં ફરી ડિમાન્ડ નીકળી છે. રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર્સ પર સ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. 80 ટકા સુધી ઘરાકી ફરી પરત ફરી છે. આગામી સપ્તાહના અંત સુધીમાં સ્થિતિમાં સામાન્ય થવાનું ટ્રેડર્સનું અનુમાન છે.

રિટેલમાં વધ્યુંફૂટફૉલ

નોટબંધી બાદ મૉલ અને રિટેલ સ્ટોર્સમાં લોકોની સંખ્યા ઘટીને 30 ટકા કે તેનાથી પણ ઓછી થઇ ગઇ હતી. રિટેલર્સ એસોસિયેશનના અનુસાર 20 નવેમ્બર બાદ ડિજિટલ પેમેન્ટનો પ્રયોગ વધવા અને લોકોના હાથમાં કેશ આવ્યા બાદ મૉલ-રિટેલ સ્ટોર્સમાં આવનારા ની સંખ્યા વધી છે. તેનાથી મોર્ડન સ્ટોર્સ-મૉલમાં આવનારાની સંખ્યા બમણા કરતા વધીને 65 થી 70 ટકા થઇ ગઇ છે.

મોબાઈલ બજારો અને મોલમાં લોકોની ભીડ ફરી વધી રહી છે

એસબીઆઈના આંકડા અનુસાર 10 થી 17 નવેમ્બર સુધી સરેરાશ રોજ લોકોએ 2917.12 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. 18 થી 25 નવેમ્બર સુધી રોજ સરેરાશ 3561.5 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા. પૈસા ઉપાડનારાની સંખ્યા પણ રોજ સરેરાશ 22 લાખથી વધીને 23.32 લાખ થઇ ગઇ. પ્રકારે બેન્કોની શાખાઓમાં પૈસા જમા કરાવનારાની સંખ્યા ક્રમશ: 33.25 લાખથી ઘટીને 19.18 લોકો રોજ થઇ ગઇ હતી. શરૂઆતમાં નવી નોટ માટે એટીએમ રીકેલિબ્રેટ નહીં થઇ શકવાને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો.

નોંધ { આંકડા આરબીઆઈ, એસબીઆઈ, એક્સિસ બેંક, એસોચેમ, એનપીસીઆઈ, રિટેલર્સ એસોસિયેશન, પેમેન્ટ કાઉન્સિલ તથા નિષ્ણાતો સાથે વાતચીત આધારિત.

‘બેંકોમાં 6 લાખ કરોડની રોકડ આવી ગઈ છે. લોનના દર ટૂંકમાં ઘટશે.’ -સુનિલ બનવારી, ટેક્સ હેડ કેપીએમજી

અહીં સુધારો બાકી

કન્ઝ્યુમર ગૂડ્સમાં માગ માત્ર 20 ટકા

કન્ઝ્યુમરગુડ્સ, ઓટો જેવી ઇન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસર છે. ગ્રામીણ વિસ્તારોમાં એફએમસીજીની માગ 10%એ પહોંચી ગઇ છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાય 40 ટકા કથળ્યો

ટ્રકરોકડના જોરે 15-15 દિવસની ટ્રિપ કરી રહ્યા હતા. હવે 40સ થી 50 ટકા ટ્રક રોડની સાઇડમાં ઊભા દેખાય છે.

હોટલ-રેસ્ટોરાંમાં 50 ટકા પડતી

નાની-હોટલ-રેસ્ટોરાનાબિઝનેસ પર પણ અસર થઇ છે. લોકોએ વીકેન્ડ પ્લાન અને ઘરની બહાર જમવાનું બંધ કર્યુ.

ડિપોઝિટ દર ઘટ્યા, પેન્શનરોને નુકસાન

હજુકોઇ પણ બેન્કે લોન રેટ નથી ઘટાડ્યા. ડિપોઝીટના દર જરૂર ઘટાડ્યા છે. કેટલીક બેન્કે એફડીના વ્યાજ દર ઘટાડ્યા છે.

નાની ઉધારી ત્રણ ગણી વધી

શાકભાજી,ફળ, દૂધ, કરિયાણાની નાની દુકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં નાની -નાની ઉધારી વધી રહી છે.

રિવાઈવલ : મૉલમાં 10 દિવસ બાદ ફૂટફૉલ 70 ટકા થયો

અન્ય સમાચારો પણ છે...