તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાની આશામાં 3 વર્ષનો કિશના આખો દિવસ ગેટ ઉપર ઊભો રહે છે

માતાની આશામાં 3 વર્ષનો કિશના આખો દિવસ ગેટ ઉપર ઊભો રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર સંવાદદાતા | શ્રીગંગાનગર

ત્રણવર્ષનો માસુમ કિશના શ્રીગંગાનગરના કિશોરગૃહમાં છે. અહીં દરવાજો તેની સરહદ છે. ગેટની પેલેપાર થતાં દરેક પગરવ ઉપર તેની નજર રહે છે. દરેક આવનારા અને જનારાને તે એકીટશે જોયા કરે છે. જેવું કોઈ પસાર થાય છે તો તેને લાગે છે કે મને લેવા માટે મારા મમ્મી-પપ્પા આવી ગયાં. પરંતુ આઠ મહિનાથી તેની રાહ પૂરી થવાનું નામ નથી લેતી. પોતાનાં વિશે તે એટલું કહે છે કે મારું નામ કિશના છે અને મારા પપ્પાનું નામ કિશન છે.

શહેરની દેવનગર કોલોનીના રસ્તા ઉપર 26 માર્ચે સવારે તે બિનવારસી મળી આવ્યો હતો. માનવ તસ્કરી વિરોધી યુનિટ અને ચાઇલ્ડ લાઇન ટીમે અનેક દિવસો સુધી તપાસ કરી કે કોઈ મળી જાય કે જે બાળકને ઓળખતું હોય. પરંતુ કોઈ મળતાં તપાસ બંધ કરીને તેને બાળ કલ્યાણ સમિતિના આદેશથી રાજકીય કિશોર ગૃહને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારથી કિશનાનું બાળપણ કિશોર ગૃહના દરવાજા સુધી મર્યાદિત થઈ ગયું છે. કિશના સવારે ઉઠતાં પૂછે છે કે મમ્મી ક્યાં છેω બહાનાં સાંભળી સાંભળીને તે રડી પડે છે.

કિશોર ગૃહનાં ગાર્ડ તેના માટે ક્યારેક ઘોડો બને છે તો ક્યારેક તેને વહાલ કરે છે. જેમ-તેમ તેને પટાવીને ખવડાવે છે. દરવાજા ઉપર ઊભો રહી રહીને તે થાકી જાય તો રૂમમાં બેસીને સુનમુન થઈ જાય છે. રાતે દિલાસો આપીને તેને વાર્તા સંભળાવીને સૂવડાવી દેવામાં આવે છે. તેને કહેવામાં આવે છે કે તે સવારે ઉઠી જશે તો તેની માતા તેને લેવા માટે આવી જશે. પોતાની સાથે સૂતેલાં બાળકોને તે ઊંઘમાં પોતાની માતા સમજીને વળગીને સૂઈ જાય છે.

કિશોર ગૃહના અધિક્ષક પ્રેમારામ કાંસ્વા કહે છે કે કિશનાની દરેક સારસંભાળ અને જરૂરીયાતોનો તેઓ ખ્યાલ રાખે છે. પરંતુ તેને માતા-પિતા જેવો પ્રેમ નથી આપી શકતા. તેને ખાવા-પીવાની, પહેરવા-ઓઢવાની અને રમવાની તમામ સગવડો છે. પરંતુ બધું સળિયા પાછળ. તેને બણાવવા માટે શિક્ષકની પણ સગવડ છે પણ નિયમ અનુસાર તેને બહાર મોકલી શકીએ. જો બાળકને તેનાં માતા-પિતા નહીં મળે તો તે 17 વર્ષ સુધી કિશોર ગૃહમાં રહી શકશે. કારણ કે હવે તે સરકારની અસ્ક્યામત છે. 18 વર્ષનો પુખ્ત થાય ત્યાં સુધી તે અહીં રહી શકે છે. પરંતુ જ્યાં સુધી તે કિશોર ગૃહમાં છે ત્યાં સુધી તેનું કોઈ ઓળખપત્ર નહીં બની શકે. આવી રીતે તો આપણે તેને અપરાધી બનાવી રહ્યા છીએ.

બાળક બિનવારસી મળ્યું, પોલીસ પરિવારને શોધી શકી

અન્ય સમાચારો પણ છે...