• Gujarati News
  • National
  • મેંદરડામાં વીજપોલ પર વૃક્ષ પડતા આખી રાત અંધારપટ્ટ

મેંદરડામાં વીજપોલ પર વૃક્ષ પડતા આખી રાત અંધારપટ્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડામાંહોસ્પિટલના પાછળનાં ભાગે સોમવારે એક તોતીંગ વૃક્ષ વીજપોલ પર પડતા લોકોને આખીરાત અંધકારમાં પસાર કરવી પડી હતી. વીજતંત્ર અને ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં સાવ બેફીકર રહેતા લોકોમાં રોષ પ્રસર્યો હતો.

મેંદરડામાં સોમવારે સવારનાં 11 વાગ્યે હોસ્પિટલના પટાગંણમાં આવેલ લીમડાનું તોતીંગ વૃક્ષ વીજપોલ પર તુટી પડતાં અનેક મકાનોની લાઇટ તેમજ સમગ્ર વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી. બાબતે લોકોએ પીજીવીસીએલ કચેરી અને ગ્રામ પંચાયત તંત્રને જાણ કરવા છતાં વીજ પુરવઠો પુર્વવત કરાવવા કોઇ કાર્યવાહી કરતાં લોકોને અંધકારમાં રાત પસાર કરવી પડી હતી. વૃક્ષ હજુ પણ એજ સ્થળે પડયું હોય બે દિવસનો સમય વિત્યા પછી પણ તેને હટાવવાની કોઇ કાર્યવાહી થવા પામી નથી. બાબતે મામલતદારથી લઇ સરપંચ સહિતનાં ખો આપી રહયાં હોય તંત્ર વાહકોની બેકાળજી સામે લોકોમાં રોષ પ્રસર્યો છે. અને રીતે તંત્ર દ્વારા થતી ફેકાફેકીને લઇ રોષ વ્યાપ્યો છે.

પંચાયત વૃક્ષ હટાવે તો વીજ પુરવઠો શરૂ કરાશે : વીજ તંત્ર

વૃક્ષવીજ પોલ પર પડતાં અનેક વાયરો પણ તુટી ગયા છે અને કોઇ અકસ્માત થાય માટે વીજલાઇન ખોલી નાંખી છે. જો પંચાયત વૃક્ષ હટાવવાની કાર્યવાહી કરે તો તાત્કાલીક ધોરણે વીજપુરવઠો શરૂ કરાશે એમ વીજ તંત્રનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

પંચાયતે વૃક્ષ હટાવવા રૂપિયા માંગ્યા : રહીશોનો આક્રોશ

500રૂપિયા સ્થાનિકો કાઢે અને બીજા અમે આપીને વૃક્ષ હટાવવા કાર્યવાહી કરીશું એવું પંચાયતે કહેતા બાબતે લોકોએ તૈયારી પણ બતાવી છતા વૃક્ષ દુર કરવા કોઇ ફરકયું નથી એવો આક્રોશ રહીશોએ વ્યકત કર્યો હતો.

બે દિવસ પછી પણ વૃક્ષ ત્યાંને ત્યાંજ : વીજતંત્ર બેફિકર

અન્ય સમાચારો પણ છે...