• Gujarati News
  • National
  • નાની ઉંમરમાં મળેલા લેસન જીવનભર યાદ રહે છે

નાની ઉંમરમાં મળેલા લેસન જીવનભર યાદ રહે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષનો બાળક એકલો રમી રહ્યો હતો. પિતા બપોરની નમાજ માટે નીકળી રહ્યા હતા અને મા પણ નમાજ માટે તૈયાર થઇ રહી હતી. નમાજ શરૂ થયાની થોડીક મિનિટો પછી એક વ્યક્તિ બાળકની પાસે આવીને તેને એક નાનકડું પાર્સલ આપે છે. ઘણા દિવસોથી ઘરમાં આવનાર મહેમાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો, કેમ કે તેના પિતા મ્યુનિસિપલ ચેયરમેન બન્યા હતા. પેલા વ્યકિતએ આપેલ પેકેટમાં સિલ્વર કલરનો એક બોલ હતો. વ્યકિતએ નામ કહીને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તેના પિતાજીને સારી રીતે ઓળખે છે.

છેલ્લાં ઘણા દિવસોથી મહેમાનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હતો.તે દોડીને ઘરની અંદર પહોંચ્યો અને જોયું કે માએ નમાજ શરૂ કરી દીધી હતી, એટલા માટે તેમાં અડચણ નાખવાનો નિર્ણય કર્યો. વગર જાણ્યે કે સામાનમાં શું હતું છોકરાએ પેલા વ્યકિતએ આપેલ સામાન પિતાને આપવાનો વાયદો કર્યો. થોડાક સમય પછી બાળકના પિતા ઘરે પાછા ફર્યા ત્યારે તેને પેલા વ્યકિતએ આપેલ પેકેટ પિતાને આપી દીધું. પિતાએ પેકેજ ઓપન કર્યું અને પૂછ્યું કે,‘કોણે આપ્યું ω’ છોકરાએ નામ આપ્યું અને પિતાએ તરત છોકરાના ગાલ પર લાફો મારી દીધો. ત્યાર પછી પિતાએ કહ્યું,‘હવે પછી તું કોઇપણ વ્યકિત પાસેથી કોઇપણ વસ્તુ નહીં લે, ગાલ પર લાફો તારા માટે એક પાઠ છે. ત્યારપછી પિતાએ બાળકને શાંતિથી સમજાવ્યો કે કેવી રીતે સાર્વજનિક જીવનમાં લોકોએ સતર્ક રહેવું જોઇએ. બાળકે પાઠ ખૂબ ગંભીરતાથી લીધો. કેટલીક સારી પુસ્તકો વાંચી અને ત્યાર પછી સૌથી મોટા સાર્વજનિક પદ પર પહોંચનાર વ્યકિતના રૂપમાં મોટો થયો. હવે ઝડપથી 72 વર્ષ આગળ આવી જઇએ છીએ, હવે આઠ વર્ષનો પેલો બાળક 80 વર્ષનો વૃદ્ધ થઇ ગયો છે. ઉંમરમાં તે સાર્વજનિક પદ પર સક્રિય તો નથી, પણ સૌથી પ્રતિષ્ઠિત પદો પર રહ્યા અને દેશના સર્વોચ્ચ પદ પર પણ પહોંચ્યા. એક દિવસ તે વૃદ્ધ વ્યકિત લોબીમાં મહેમાનોને મ‌ળતી હતી. તેમાં એક વ્યકિતએ તેમના સ્ટાફના સભ્યાને કહ્યું કે, તે એક કોફી વેડિંગ મશીનની વ્યવસ્થા મહેમાનો માટે કરી શકે છે, કેમ કે દરરોજ કોઇનું કોઇ વ્યકિત તેઓને મળ‌વા આવે છે. જ્યારે સ્ટાફે મુલાકાત દરમિયાનની વાત વૃદ્ધ વ્યકિતને કહી તો તેમણે કહ્યું કે લોકો મને મળવા આવે છે કે પછી કોફી પીવા. ઉપરાંત તેઓને મને મ‌ળવા માટે એક કલાકથી પણ ઓછો સમય લાગે છે અને તેમ છતાંય કોઇને કોફીની જરૂરત હોય તો નજીક આવેલ કોફી શોપમાં જવા માટે સ્વતંત્ર છે. ત્યારબાદ કેટલાક મહેમાનો પુસ્તકોની સાથે તેમને મળવા પહોંચ્યા. કેટલાક લોકો પુસ્તકોને લાંચ કે પછી ગિફ્ટ નથી માનતા. તેઓને પુસ્તકનો ઘણો શોખ પણ હતો. ત્યારપછી મુંબઇના એક જન સમારોહમાં તેઓએ મને કહ્યું, જીવનમાં લોકોને સાધારણ વસ્તુઓ પર ફોક્સ કરવું જોઇએ. જો તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો જરૂરત સીમિત થઇ જશે અને તમને કોઇપણ વસ્તુ અનૈતિક રીતે હાંસિલ કરવાની જરૂર નહીં પડે.એ વ્યકિત બીજું કોઇ નહીં આવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ જે એપીજે અબ્દુલ કલામના નામથી જાણીતા છે.

}raghu@bhaskarnet.com

અન્ય સમાચારો પણ છે...