તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વલસાડના રોણવેલ લોકસેતુ કાર્યક્રમમાં 1467 અરજીનો હકારાત્મક નિકાલ

વલસાડના રોણવેલ લોકસેતુ કાર્યક્રમમાં 1467 અરજીનો હકારાત્મક નિકાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનારોણવેલ ગામે શનિવારે યોજાયેલા લોક સેવા સેતુ કાર્યક્રમમાં 9 ગામના અરજદારોની 1467 અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.જેમાં આવક,જાતિ અને ઉન્નતવર્ગના દાખલા સહિતના કામોની અરજી સ્વીકારાઇ હતી.પ્રાંત અધિકારી,ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખે દિવસ દરમિયાન અરજદારોને ફોર્મ ભરવા તેમજ વિગતોની માહિતી આપવાની કામગીરી હાથ ધરી હતી.

તાલુકાના રોણવેલમાંનવેરા,ઓઝર,કાંજણહરિ,ગાડરિયા,ભૂતસર,બોદલાઇ,રોણવેલ અને ભોમાપારડીના અરજદારો માટે રોણવેલ પ્રા.શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે અરજદારોને સંબોધન કરી રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શક વહીવટના અભિગમ દ્વારા દાખલા અને રેશનકાર્ડ આધારકાર્ડ,મા અમૃતમ,વાત્સલ્ય કાર્ડ,વિધવા અને વૃધ્ધ સહાય જેવા કામો માટે વલસાડ સુધી જવાના બદલે ગામ નજીક અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ઘરઆંગણે આવીને અરજીનો નિકાલ કરી પ્રશ્નો નિવારના લોકસેતૂ કાર્યક્રમ યોજવાની માહિતી આપી હતી.તા.પં.પ્રમુખ પ્રવિણ પટેલે લોકસેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોના સમય અને ખર્ચાનો બચાવ કરી ઘરઆંગણે અરજીનો નિકાલ કરવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઇ છે તેવું જણાવ્યું હતુ.પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રે દિવસભર અરજદારોને કામમાં મદદરૂપ થવા હાજર રહી અધિકારીઓ અને કર્મચારીઓનેે કામો સરળતાથી પતે તેની સૂચના આપતા રહ્યા હતા.આ કાર્યક્રમમાં 1511 અરજીઓ આવી હતી,જે પૈકી 1467 અરજીનો હકારાત્મક નિકાલ થતા અરજદારોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

રોણવેલ સહિત 9 ગામના અરજદારો ઉમટી પડ્યા

આવક,જાતિ,ઉન્ન્તવર્ગના દાખલા, વિધવા, વૃધ્ધસહાય

અન્ય સમાચારો પણ છે...