તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વલસાડ જિલ્લામાં બેંક મિત્રો દ્વારા 280 નવા ખાતા ખોલાવાયા

વલસાડ જિલ્લામાં બેંક મિત્રો દ્વારા 280 નવા ખાતા ખોલાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડજિલ્લામાં નવા ખાતા ખોલવા માટે બેંકોએ શનિવારે વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે વાપી, ઉમરગામ, રોણવેલ ધરમપુરના તુતરખેડ તથા કપરાડામાં વિવિધ જગ્યાએ બેંક મિત્રોએ અરજદારો માટે નવા ખાતા 280 જેટલા ખાતા ખોલી આપવામાં આવ્યા હતા. લીડ બેંક દ્વારા વિવિધ બેંકોને નવા ખાતા ખોલવા માટે કામગીરી હાથ ધરવા શુક્રવારે સૂચના અપાઇ હતી.

રૂ.500 અને રૂ.1000ની નોટબંધી બાદ જૂની નોટ બેંકોમા જમા કરાવવા માટે નાના અરજદારોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. જેમના બેંકોમાં ખાતા હોય તેમની બચતના નાણાં ક્યાં જમા કરવવા તે પ્રશ્ન પણ હતો.ઉપરાંત બેંકોના ખાતેદારોને અપાતા ડેિબટ કાર્ડ, એટીએમ કાર્ડ વડે નેટ બેંકિંગ અને ઓનલાઇન ખરીદી કરી કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન મળી શકે તે હેતુથી શનિવારે વલસાડના રોણવેલ, ઉમરગામ અને વાપીમાં જે તે બેંકોની નજીક ટેબલો ગોઠવી અરજદારોને નવા ખાતા ખોલી આપવામાં આવ્યા હતા. સાથે એટીઅેમ કાર્ડ આપીને બંેકના ખાતાથી વંચિત રહેલા લોકોને બેંકો સાથેના નાણાંકીય વ્યવહાર સાથે જોડવાનો હેતુ પાર પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ખાતા સાથે આધારકાર્ડ લિંક, રૂપે કાર્ડ અને એક્ટિવેશન કરાયું

^જિલ્લાની અૌદ્યોિગક વસાહતોમા કામ કરતા કામદારોના ખાતા ખોલવા માટે શ્રમ વિભાગ અને ઇન્ડસ્ટ્રિઝ અસોસિએશનના હોદ્દદારો સાથે સંકલનમાં રહીને કંપનીઓમાં જઇને બેંક મિત્રો દ્વારા જે કામદારોના કે શ્રમિકોના ખાતા નથી તેમના ખાતા ખોલી આપવામાં આવશે. > જયેશચૌહાણ, મેનેજર,લીડબેંક

શ્રમ વિભાગ અને એસોસિએશન સાથે આયોજન

અન્ય સમાચારો પણ છે...