તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જવાબદારીની ભાવનાથી તમે ખુશ થશો અને સંબંધો સુધરશે

જવાબદારીની ભાવનાથી તમે ખુશ થશો અને સંબંધો સુધરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોજ્યારે સમસ્યાઓનો સામને કરે છે તો પોતાની તરફ જોવાને બદલે બહાર ફાંફા મારે છે. તે અમુક ગોટાળા માટે બીજાને દોષી ઠેરવે છે. આપણે આપણી આસપાસના દોષારોપણના ચક્રને લીધે મહેસૂસ કરીએ છીએ. ચૂંટણી પરિણામોથી લઇને અનેક મામલે તેનો અવાજ સંભળાય છે. પરંતુ જ્યારે આપણે જાતે જવાબદારી સ્વીકારીએ છીએ ત્યારે આપણે વધારે ખુશ થવા અને પોતાના કામ તથા સંબંધોમાં સફળ થવાની શક્યતા હોય છે. જીવન મુશ્કેલીઓથી ભરપૂર છે. કારણે લોકો વ્યક્તિગત જવાબદારીથી બચે છે. બહાના બનાવવા, પીડિત અથવા પ્રભાવિત થવાનો આભાસ કરાવવું, દોષારોપણ કરવું સરળ છે. પોતાના કાર્યો અને પ્રતિક્રિયાનો ઉત્તરદાયિત્વ લઇને તમે ગુસ્સે, નિરાશાવાદ, ઇર્ષ્યાની ભાવનાઓને ટાળીને સકારાત્મક ભાવનાઓ અને શ્રેષ્ઠ જીવન તરફ ફોકસ કરો છો. અમારી પાસે અનંત ઉર્જા છે એટલાં માટે તેનો એક પણ અંશ અસ્વાભાવિક વ્યવહારને પ્રોત્સાહન આપનાર નકારાત્મક વિચારધારામાં લગાવવું વ્યર્થ છે. રિસર્ચથી જાણવા મળે છે કે જ્યારે કર્મચારી તેમના કામ પ્રત્યે જવાબદારી અનુભવે છે ત્યારે તેમની સમસ્યાને ઉકેલવા અને સંસથાનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં વધુ યોગદાન આપવાની સંભાવના રહે છે. વિશ્વાસ લોકોને અલગ કરી દે છે જે બીજા લોકોને બદલશે તો બધુ સારુ થઇ જશે. સંબંધોને ઝડપથી મજબૂત બનાવવાની સૌથી સારી પદ્ધતિ લોકો પર દોષારોપણથી બચવું છે. દોષ મઢવાથી લોકો તૂટી જાય છે. વધુ પ્રોડક્ટ વેચવા, મજબૂત સંબંધ બનાવવા અથવા રાજકીય પરિવર્તન કરવા સહિત અનેક મામલે જવાબદારીની ભાવના આપણને આગળ વધવામાં મદદ કરે છે.

સારા બેગલે | તેમનાનવા પુસ્તક રેસ્ટ : વ્હાઇ યૂ ગેટ મોર ડન વ્હેન યૂ વર્ક લેસ માં એલેક્સ સૂજંગ કિમ પેંગ આરામ કરવાની સલાહ આપે છે. તે આરામને કામમાં અવરોધને બદલે તેને સહાયક માને છે. ચાર્લ્સ ડાર્વિન, ઇંગમાર બર્ગમેન અને એલિસ મુનરો જેવા ચિંતકોએ સ્વીકાર્યુ છે કે મોટાભાગની પ્રોડક્ટિવિટી માટે દિવસભરમાં ચાર કલાક એકાગ્રતાથી કામ કરવાની જરૂર છે. બાકી સમયમાં પગપાળા ચાલવું, થોડીવાર ઊંઘી જવા જેવી રાહત આપનાર પ્રવૃતિઓ કરી શકાય છે. જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...